Ambaji gramhat

Ambaji gramhat: અંબાજી ગ્રામ પંચાયતના ગ્રામહાટ ને તાલુકા વિકાસ અધિકારીએ નવા તાળા મરાવી કબજો લીધો.

અમદાવાદ, ૧૧ જાન્યુઆરીઃ Ambaji gramhat: યાત્રાધામ અંબાજી માં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબલ મિશન ની ગ્રાંટ નાં લાખ્ખો રૂપીયા નાં ખર્ચે ગ્રામ હાટ નું બિલ્ડીંગ ઉભુ કરવામાં આવ્યુ છે. જેમાં ખાસ કરી આદીવાસી લોકો સ્વરોજગારી મેળવે તેવા આશ્રય થી આ ગ્રામ હાટ નું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

જેને આજે સાંજ નં સુમારે તાલુકા વિકાસ અધીકારી એ તેમનાં કર્મચારીઓ દ્વારા આ ગ્રામ હાટ ને તાળા મારી દીધા છે. અંબાજી ગ્રામ પંચાયતે આ બિલ્ડીંગ તૈયાર કરી પોતે બિલ્ડીંગ માં બનાવેલી દુકાનો ને તાળા માળ્યા હતા. આ બિલ્ડીંગ ને અગાઉ તાલુકા પંચાયત નાં અધીકારીઓ દ્વારા આ બિલ્ડીંગ ની માંગ કરાઇ હતી. પરંતુ અંબાજી ગ્રામ પંચાયત ની બોડી દ્વારા માંગને નકારી દેવાઇ હતી.

Ambaji gramhat

Ambaji gramhat: જેનાં પગલેં આજે તાલુકા વિકાસ અધીકારીએ પોતાના કર્મચારીઓ દ્વારા આ બિલ્ડીંગ ની દુકાનો ને લાગેલા તાળા તોડી નાખ્યા હતા. ને પોતે સાથે લાવેલાં નવા તાળા લગાવી અંબાજી નાં ગ્રામ હાટ નો કબજો પોતાના હસ્તક લીધો હતો. જેને લઇ અંબાજી ગ્રામ પંચાયત નાં સભ્યો માં ભારે શોપો પડી ગયો હતો. જોકે આ પ્રસંગે ઉપસ્થીત રહેલાં તાલુકા વિકાસ અધીકારી એ આ સમગ્ર મામલે કાઇ પણ કહેવાનું ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો…Tejas express reschedule: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં આટલા દિવસ જ દોડશે.

Whatsapp Join Banner Guj