Ajit Sharad pawar

New President of NCP: શરદ પવારને હટાવીને અજિત પોતે બન્યા NCPના નવા અધ્યક્ષ, કાકાને આપી આ સલાહ…

New President of NCP: અજિત પવારે કાકા શરદને આપી નિવૃત્તિની સલાહ

મુંબઈ, 05 જુલાઈઃ New President of NCP: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વચ્ચે અજિત પવારના જૂથે મોટો દાવો કર્યો છે. અજિત પવારના જૂથ અનુસાર, શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અજિત પવાર પોતે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન છે.

સાથે જ અજીત પવાર જૂથે ચૂંટણીપંચમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ચૂંટણી ચિન્હ ઘડિયાળ ઉપર પોતાનો દાવો વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 30 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવસભરની સંખ્યાની રમત અને તાકાતના પ્રદર્શન પછી, અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું બળવા લાવ્યું છે. આ બદલાવ બાદ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. એવી આશંકા છે કે અજિત પવારના આ પગલા બાદ શરદ તરફી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાનો પક્ષ બદલી શકે છે.

30 જૂને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પાસ થયો

સૂત્રોના જણાવ્યા અનુસાર NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 30 જૂને મુંબઈમાં યોજાઈ હતી. પ્રફુલ્લ પટેલ વતી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે. આ પછી ચૂંટણી પંચને અરજી મોકલવામાં આવી હતી.

અજિત પવારે કાકા શરદને આપી નિવૃત્તિની સલાહ

અગાઉ મંગળવારે બંને જૂથોની અલગ-અલગ બેઠક થઈ હતી, જેમાં ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. NCPના 31 ધારાસભ્યો અજિત પવારની બેઠકમાં પહોંચ્યા અને દાવો કર્યો કે તેમને 42 ધારાસભ્યો (MLAs) નું સમર્થન છે. પોતાના સંબોધનમાં અજિત પવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે પવાર સાહેબ તમે 83 વર્ષના છો.

તમે ક્યારેય રોકાશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ, અમારી પાસે સત્તા છે, તો પછી અમને તક કેમ નથી મળતી. કોઈ પણ ઘરમાં વૃદ્ધ 60 વર્ષ પછી નિવૃત્ત થઈને આશીર્વાદ આપવાનું કામ કરે છે, તો પછી તમે એ જ કેમ નથી કરતા?

આ પણ વાંચો… Bahuchara Mata Mandir: બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો