Poonawala comment on uk quarantine rule: ભારત અને બ્રિટનમાં કવોરન્ટાઈન જંગ વચ્ચે અદાર પૂનાવાલાનું મોટુ નિવેદન- વાચો શું કહ્યું ?

Poonawala comment on uk quarantine rule: બ્રિટનના પીએમ બોરીસ જોનસને ભારતમાં ચાલતા રસીકરણ અભિયાનને માન્યતા આપવાથી ઈન્કાર કરી દીધો હતો

નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃPoonawala comment on uk quarantine rule: ભારત અને બ્રિટનમાં કવોરન્ટાઈન જંગ વચ્ચે સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાનું નિવેદન સામે આવ્યું છે. બ્રિટનમાં પ્રવેશ માટે બનાવેલા નિયમોને અરાજક બતાવ્યા હતા. વાસ્તવમાં બ્રિટનના પીએમ બોરીસ જોનસને ભારતમાં ચાલતા રસીકરણ અભિયાનને માન્યતા આપવાથી ઈન્કાર કરી દીધો હતો. આમાં ભારતીય યાત્રીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આમાં કોવિશિલ્ડ રસી મુકાવેલા મોટાભાગના સામેલ છે.

મીડિયાને આપેલા નિવેદનમાં અદાર પૂનાવાલાએ કહ્યું આ સ્થિતિ ખરાબ છે. બ્રિટને ભારતને રસીકરણની માન્યતા આપવાથી ઈનકાર કરી દીધો છે. નવા નિયમ પ્રમાણે બ્રિટનની યાત્રા કરનાર ભારતીય નાગરિકોને રસી નહીં લીધેલા માનવામાં આવશે. ભલે તેમને રસીના બે ડોઝ લીધા હોય તો પણ

મહત્વનું છે કે, કોવિશિલ્ડ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીને ભારતીય સંસ્કરણ છે. કવોરન્ટાઈન સંબંધિત નવા નિયમો લાગૂ કર્યા બાદ ભારતે પણ બ્રિટનને બરાબરનો જવાબ આપ્યો છે

આ પણ વાંચોઃ Dakor temple puja controversy: ડાકોર મંદિરના પૂર્વ સેવકની બે પુત્રીઓએ મંદિરમાં સેવા માટે પ્રવેશની માંગ કરતા ઉભો થયો વિવાદ

Whatsapp Join Banner Guj