sarv pirtru shraddh

Sarva Pitru Amavasya: 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બનશે, વાંચો વિગત

Sarva Pitru Amavasya: આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં ફરીથી 7 ઓક્ટોબરના જ આ સંયોગ બનશે

ધર્મ ડેસ્ક, 03 ઓક્ટોબરઃ Sarva Pitru Amavasya: ભાદરવા મહિનાની અમાસ તિથિએ સર્વપિતૃ અમાસ પર્વ ઊજવવામાં આવે છે. જે 6 ઓક્ટોબર, બુધવારના રોજ છે. આ વખતે 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે કુતુપકાળમાં ગજછાયા શુભ યોગ રહેશે. આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં ફરીથી 7 ઓક્ટોબરના જ આ સંયોગ બનશે. આ વખતે ખાસ વાત એ પણ છે કે પિતૃપક્ષની અમાસ બુધવારે છે અને આ દિવસે સૂર્ય-ચંદ્ર બંને બુધની રાશિ એટલે કન્યામાં રહેશે.

ગજછાયા યોગનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને મહાભારતમાં કરવામાં આવ્યો છે. તિથિ, નક્ષત્ર અને ગ્રહોને મળીને બનતા આ શુભ સંયોગ(Sarva Pitru Amavasya) માં શ્રાદ્ધ કરવાનું ખાસ મહત્ત્વ છે. આ શુભ યોગમાં પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાનનું અક્ષય ફળ મળે છે. આ શુભયોગમાં શ્રાદ્ધ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે, ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ પણ થાય છે. ગજછાયા યોગમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને દાનથી પિતૃઓ આવતા 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે

આ પણ વાંચોઃ Piyush goyal statement about air india: એર ઇન્ડિયાને લઇ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનું મોટુ નિવેદન, કહી આ મોટી વાત- વાંચો વિગત

જ્યોતિષ અનુસાર, કે ગજછાયા યોગ દર વર્ષે બનતો નથી. પરંતુ ગ્રહ-નક્ષત્રની ખાસ સ્થિતિના કારણે કોઈ વર્ષે આ યોગ બેવાર પણ બની જાય છે. આ વર્ષે આવી જ સ્થિતિ બની રહી છે. આ શુભ યોગ મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન જ બને છે. તેને શ્રાદ્ધ અને દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય વર્ષમાં એકવાર હસ્ત નક્ષત્રમાં આવે છે અને આવું મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન બને છે. ગજછાયા યોગ માટે સૂર્યનું હસ્ત નક્ષત્રમાં હોવું જરૂરી છે. ગજછાયા યોગ બે પ્રકારે બને છે.

પહેલું, જ્યારે પિતૃપક્ષની તેરમી તિથિ એટલે તેરસ દરમિયાન સૂર્ય હસ્ત નક્ષત્રમાં હોય છે અને ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે તો તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. આવી સ્થિતિ 3 ઓક્ટોબર રવિવારની રાતે 10.30થી રાતે 3.26 સુધી રહેશે. પરંતુ આ યોગ રાતે બનવાથી તેનું મહત્ત્વ રહેતું નથી. કેમ કે ગ્રંથો પ્રમાણે રાતે શ્રાદ્ધ અને દાન કરવાની મનાઈ છે.

બીજુ, પિતૃ પક્ષની અમાસ (Sarva Pitru Amavasya) તિથિએ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને જ હસ્ત નક્ષત્રમાં હોય છે તો તેને પણ ગજછાયા યોગ કહેવામાં આવે છે. આવી સ્થિતિ 6 ઓક્ટોબર, બુધવારે સૂર્યોદયથી સાંજે 4.34 સુધી રહેશે. આ યોગ કુતુપ કાળ (સવારે 11.36થી બપોરે 12.24)માં પણ રહેશે. એટલે આ દિવસે શ્રાદ્ધ અને દાનનું અક્ષય પુણ્ય મળશે. સાથે જ પિતૃઓ અનેક વર્ષ માટે તૃપ્ત થઈ જશે.

આ પણ વાંચોઃ Dakor temple puja controversy: ડાકોર મંદિરના પૂર્વ સેવકની બે પુત્રીઓએ મંદિરમાં સેવા માટે પ્રવેશની માંગ કરતા ઉભો થયો વિવાદ

એક જ્યોતિષે મીડિયા હાઉસ સાથે વાત કરતા જમાવ્યું કે, અગ્નિ, મત્સ્ય અને વરાહ પુરાણમાં હસ્તિચ્છાયા એટલે ગજછાયા યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શુભયોગમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને ઘી મિક્સ કરેલી ખીરનું દાન કરવાથી પિતૃ ઓછામાં ઓછા 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે.

ગજછાયા યોગમાં તીર્થ-સ્નાન, બ્રાહ્મણ ભોજન, અનાજ વગેરેનું દાન અને શ્રાદ્ધ કરવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તેમાં વિધિ-વિધાનથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને શ્રાદ્ધ કરનાર લોકોના પરિવારમાં ઉન્નતિ અને સંતાન પાસેથી સુખ મળે છે. સાથે જ દેવામાંથી પણ મુક્તિ મળે છે.

Whatsapp Join Banner Guj