Prashant Kishore

Prashant Kishor advice to Congress: રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસને સલાહ, કહ્યું- જીતથી બહુ ખુશ ન…

Prashant Kishor advice to Congress: 2013માં પણ કર્ણાટક ચૂંટણી જીત્યા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો: પ્રશાંત કિશોર

નવી દિલ્હી, 16 મેઃ Prashant Kishor advice to Congress: રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને કર્ણાટકમાં જીતથી બહુ ખુશ ન થવું જોઈએ. કારણ કે 2013માં પણ કર્ણાટક ચૂંટણી જીત્યા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

તમને ખબર હોય કે, 13 મેના રોજ કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસે રાજ્યમાં જોરદાર વાપસી કરી છે. પાર્ટીએ 224 સભ્યોની વિધાનસભામાં 135 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 66 અને જેડી(એસ)ને 19 બેઠકો મળી હતી. જ્યારે અન્યોને 4 બેઠકો મળી છે.

જન સૂરજ યાત્રાથી દૂર રહેશે

આ સાથે જ પ્રશાંત કિશોરે કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હોવાથી તે લગભગ એક મહિના સુધી બિહારમાં તેમની ‘જન સૂરજ’ પદયાત્રાથી દૂર રહેશે. તેમણે સમસ્તીપુરમાં મીડિયાને કહ્યું કે ગાંધી જયંતિ પર શરૂ થયેલી પદયાત્રા લગભગ 15 દિવસ પછી ફરી શરૂ થઈ શકે છે. પ્રશાંત કિશોર નાદુરસ્ત તબિયતના કારણે યાત્રાથી દૂર રહેશે.

કર્ણાટકના આગામી મુખ્યપ્રધાનની પસંદગી માટે કોંગ્રેસ મંથન કરી રહી છે

કોંગ્રેસ કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે મંથન કરી રહી છે. કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો માંગ્યા બાદ સોમવારે (15 મે) ના રોજ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે.

આ પણ વાંચો… 110 Organ Donation in Civil Hospital: બ્રેઇનડેડ મેરૂભાઇ વણઝારાના અંગદાનથી ત્રણ વ્યક્તિને મળ્યું નવજીવન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો