8 Navy Officers

Qatar Naval Release: કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયા, ચાલ્યો મોદીનો મેજિક…

Qatar Naval Release: મુક્ત થયેલ એક નેવી અધિકારીએ કહ્યું, જો મોદી ન હોત તો અમે બચી શક્યા ન હોત

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરીઃ Qatar Naval Release: કતાર નેવલ કેસમાં ભારતને મોટી જીત મળી છે. હકીકતમાં, મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આમાંથી સાત ભારતીયો પણ ભારત પરત ફર્યા છે. કેન્દ્રની મોદી સરકારે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

મળેલ માહિતી મુજબ, આજે વહેલી સવારે નેવી અધિકારિયો પોતાના વતન પરત ફર્યા હતા. આ સમય દરમિયાન ભારત પરત ફરેલા એક પૂર્વ મરીનએ કહ્યું કે, જો પીએમ મોદી અને ભારત સરકારે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે સતત રાજદ્વારી પ્રયાસો કર્યા ન હોત અને તેમને મુક્ત કરવામાં આવ્યા ન હોત.

જણાવી દઈએ કે, જાસૂસીના આરોપમાં આઠ પૂર્વ મરીનની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ ફાંસીની સજા પણ આપવામાં આવી હતી. આ મામલામાં ભારતને પહેલી સફળતા મળી જ્યારે કતારે આઠ અધિકારીઓની મૃત્યુદંડની સજા નાબૂદ કરી.

આ પણ વાંચો… Redressal Of Customer Complaints: ગુજરાત સરકાર દ્વારા ૪ હજારથી વધુ ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો