947500 bird flu virus

રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ, તમામ જગ્યાએ પક્ષીઓના મૃત્યુ આંકમાં વધારો, જાણો શું છે કારણ?

947500 bird flu virus

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ દેશ-દુનિયામાં કોરોના વાયરસ છવાઇ ગયો છે, જેનાથી લોકો ખુબ જ પેનિક થઇ જાય છે. હવે આ ભય પક્ષીઓમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં પક્ષીઓમા બર્ડ ફ્લૂના લક્ષણો દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. સાથે જ મધ્યપ્રદેશ, હિમાચલમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાક જગ્યાએ આની પાછળનું કારણ વધુ ઠંડી અને ફૂડપોઇઝનિંગ માનવામાં આવી રહ્યું છે.  મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ્સ ભોપાલની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 

જૂનાગઢ જિલ્લામાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે માણાવદર તાલુકાના બાંટવા ખારાડેમ નજીક રેવન્યુ વિસ્તારમાં એક સાથે 53 પક્ષીના મૃતદેહો મળી આવ્યાં છે. વન વિભાગે આ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગ અથવા ઠંડીથી થયાની આશંકા સેવાઈ રહી છે. ગત સાંજે ટીટોડીઓ, બતકો સહિત  53 પક્ષીનાં મૃતદેહો મળી આવતા, વેટરનરી ડોક્ટરે પ્રાથમિક નિરીક્ષણ કરતાં ફૂડ પોઇઝનિંગ અથવા ઠંડીથી મૃત્યુની આશંકા દર્શાવી છે. 

રાજસ્થાનના ઝાલાવાડ, જયપુર સહિત કોટા, બારા, પાલી મા કુલ 245 કાગડાઓના મોતનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ વનવિભાગ અને વેટરનરી ડોકટરો એ કાગડાઓમાં બર્ડ ફ્લુની પુષ્ટિ કરી હતી. 

whatsapp banner 1

જ્યારે ઉત્તરપ્રદેશમાં પક્ષીઓના મૃત્યુ ઠંડીને કારણે થઈ રહ્યા છે તેને બર્ડ ફલૂ સાથે કોઈ સંબંધ નથી એમ ડોક્ટરે જણાવ્યું છે. આ બાબતે કેન્દ્રની સરકાર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વેટેનરી વિભાગ સાથે લગાતાર સંપર્કમાં છે. 

બર્ડ ફ્લૂનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવાંજ હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે અને સતત ઊલટી થાય ત્યારે બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યાનો અણસાર આવતો હોય છે. સતત કફ રહે, નાક વહ્યા કરે, માથું દુઃખ્યા કરે, ગળામાં સોજો આવે, ઝાડા થાય, સતત ઊબકા આવે અને ઊલટી થયા કરે, આંખમાં કન્જક્ટીવાઇટીસની અસર જણાય વગેરે લક્ષણો બર્ડ ફ્લૂના હોઇ શકે છે. ખાસ કરીને મરઘી પાળતા લોકોમાં આ વાઇરસની અસર જલદી થાય છે. પોલ્ટ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપભેર બર્ડ ફ્લૂની ચપેટમાં આવી શકે છે.

આ પણ વાંચો….

ઓસ્ટ્રેલિયન મંત્રીના નિવેદનથી BCCI નારાજ, સિડની ટેસ્ટ બાદ લઈ શકે છે મોટો નિર્ણય