ambaji police

26 ચોરીઓ નો ભેદ રાજસ્થાન પોલીસે(Rajasthan police) ઉકેલ્યો, રિંછડી અને કોટેશ્વર ચોરી નો ભેદ ખૂલ્યો

અહેવાલઃ અમિત પટેલ
અંબાજી, 23 મેઃ હાલના સંજોગોમાં કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા કડક નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે ત્યારે અમુક ચોરી લૂંટફાટ કરતી ગેંગ સક્રિય થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આવા તત્ત્વો સામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં ખુબજ સાવચેતી અને તકેદારી રાખવી પડતી હોય છે, અને અંબાજી નાં કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોરી, રીંછડીયા મહાદેવ ખાતે ચોરી સહિત બીજી 20 ચોરીનો ભેદ રાજસ્થાન પોલીસે(Rajasthan police) ઝડપી ઉકેલી આવા ગેંગ ના તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

રાજસ્થાન સરકાર ની પોલીસ(Rajasthan police) ની કામગીરી ખૂબ ખૂબ સુંદર જોવા મળી રહી છે ત્યારે સિરોહી જીલ્લા પોલીસવડા હિંમત અભિલાષ ટાંક દ્વારા સિરોહી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી ચોરીઓ ની અલગ અલગ ઘટનાઓ ને લઇને તેમના દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને છેવટે સિરોહી પોલીસને સફળતા મળી હતી અને આ ગેંગ ના સભ્યો પકડી કાયદેસરની કાર્યવાહી કરી 26 જેટલી ચોરીઓનો ભેદ ખૂલ્યો હતો.

Whatsapp Join Banner Guj

પકડાયેલા આરોપીઓ

  1. ગોવાભાઈ ભૂતાભાઈ ગરાસીયા, માતાફળી
  2. રમેશભાઈ લસમારામ ગરાસીયા, ઉપલાગઢ
  3. દિનેશભાઈ સિંગારામ ગરાસીયા, નીચલાગઢ
  4. ધર્મારામ સોમાભાઈ ગરાસીયા, મીના છાપરા

પોલીસ(Rajasthan police) ટીમ પકડનારઃ રાણસિહ પોલીસ અધિકારી, ખેતસિંહ પોલીસ અઘિકારી, કૈલાશચંદ્ર, છતરસિંહ, રાજુ ચૌધરી, પ્રકાશ કુમાર, આશિષ આરએસી સહિત 14 પોલીસ ટીમ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, અંબાજી નજીક આવેલા રીંછડીયા મહાદેવ મંદિર ખાતે માર્ચ મહિનામાં મંદીર ના મહંત પર હુમલો કરી માર મારી મોબાઇલ, બંદૂક અને રૂપિયા લઇને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ 7/5/2021 ના રોજ કોટેશ્વર મહાદેવ ખાતે રાત્રે ચોરી કરી લુંટ કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચો….

Good news: બોલિવુડની આ જાણીતી સિંગરે આપ્યો દીકરાને જન્મ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી