Ramlala Pratima Photo

Ramlala Pratima Photo: રામલલાની પ્રતિમાની પહેલી ઝલક આવી સામે, અહીં કરો દર્શન…

Ramlala Pratima Photo: મૂર્તિની સ્થાપનામાં કુલ 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો

અયોધ્યા, 19 જાન્યુઆરીઃ Ramlala Pratima Photo: આગામી 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક પછી એક ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ગઈકાલે મંદિર પરિસરમાં શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ એક સદી બાદ રામલલા તેમના જન્મસ્થળ પર બિરાજમાન થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી વ્યક્તિ રામલલાની પવિત્ર મૂર્તિના દર્શન કરી શકે છે. આ દરમિયાન આ મૂર્તિની પહેલી ઝલક સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મૂર્તિની સ્થાપનામાં કુલ 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન શ્રીરામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજા સાથે સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિલ્પકાર યોગીરાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. જો કે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તેથી, હાલમાં મંદિરના પાયામાં સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ઢાંકી દેવામાં આવી છે.

આ પણ વાંચો…. Harani Lake Tragedy: હરણી તળાવ દુર્ઘટના; મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવાનો આદેશ કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો