Ratan Tatas love for Nano car

Ratan Tata’s love for Nano car: રતન ટાટા પોતાની ગમતી નેનો કારમાં તાજ હોટલ પહોંચ્યા, સોશિયલ મીડિયા પર નેનો કારને લઇ કહી મનની વાત- જુઓ વીડિયો

Ratan Tata’s love for Nano car: નેનો કાર હંમેશાથી આપણા બધા લોકો માટે બનાવવામાં આવી હતી: રતન ટાટા

મુંબઇ, 19 મેઃRatan Tata’s love for Nano car: રતન ટાટાની સાદગી પેહલેથી પહેલેથી જ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમની સાદગીએ કરોડો લોકોનું દિલ જીતી લીધુ. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં રતન ટાટાની સાદગીની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે.

જી હા, આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે રતનટાટા એક સફેદ રંગની ટાટા નેનોમાં સવારી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમની સાથે શાંતનુ નાયડુ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમની સાથે તાજ હોટલનો સ્ટાફ પણ વિદાય આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં લોકોને એટલા માટે ખાસ પસંદ આવ્યો કારણ કે ટાટા ગ્રૂપના માનદ ચેયરમેન હોવા છતાં તેમની સાથે એવી કોઇ ટાઇટ સિક્યુરિટી નથી કે નથી કોઇ ગાડીઓનો કાફલો. તામજામ વિના એક સામાન્ય માણસની જેમ જ તેઓ મુંબઇની તાજ હોટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Monkeypox Virus: કોરોના બાદ આ વાયરસનો ભય, હાલ સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રતન ટાટાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે હું સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર મુસાફરી કરતા જોતો હતો, જ્યાં ઘણીવાર બાળક માતા અને પિતા વચ્ચે સેન્ડવીચની જેમ બેસેલુ જોતો હતો. કેટલીકવાર તો ચિકણી અને લપસી જોય તેવા રસ્તાઓ પર તેઓને આ પ્રકારે જતા જોતો હતો. આ જ મુખ્ય કારણ હતું જેણે મને નેનો બનાવવાની ઈચ્છા જગાવી અને મને પ્રેરણા આપી. તેમણે આગળ લખ્યું- સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં ભણવાનો ફાયદો મળ્યો. હું નવી ડિઝાઇન પર કામ કરવાનો પ્રયાસ કરી શકતો હતો..

શરૂઆતમાં 2-વ્હીલરને સુરક્ષિત બનાવવાનો વિચાર હતો. આ માટે એક ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી જે 4-વ્હીલર હતી, પરંતુ તેમાં ન તો કોઈ દરવાજો હતો કે ન તો કોઈ બારી. પરંતુ અંતે મેં નક્કી કર્યું કે તે એક કાર હશે. નેનો કાર હંમેશાથી આપણા બધા લોકો માટે બનાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Stock market crashed: આજે ખુલતા બજારે સેન્સેકસ 976 પોઈન્ટ અને નિફ્ટી 294 પોઈન્ટ ઘટી 15,946ની સપાટીએ

Gujarati banner 01