Mukesh Ambani speech

Reliance Foundation announces relief measures: રિલાયન્સ ફાઉન્ડેશને ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે 10 મુદ્દાના રાહતના પગલાંની જાહેરાત કરી

Reliance Foundation announces relief measures: રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન ટીમ કાર્યરત

મુંબઈ, 05 જૂન: Reliance Foundation announces relief measures: “ઓડિશામાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે અપાર દુ:ખ અને આઘાતજનક સાથે રિલાયન્સ ફાઉન્ડેશન હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અકસ્માત વિશે જાણ થતાંની સાથે જ અમારી વિશેષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને તુરંત જ ઘટનાસ્થળ પર બચાવ કાર્યને સરળ બનાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. અમારી ટીમ ઇજાગ્રસ્તોને ચોવીસ કલાક સહાય અને મદદ પૂરી પાડી રહી છે.

અમે દુર્ઘટનાને કારણે થતી વેદનાને પૂર્વવત્ કરી શકવાના નથી, પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને તેમના જીવનનું પુનર્નિર્માણ કરવામાં અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ અમારા ગંભીરતાપૂર્ણ મિશન સાથે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને અવિરત સહાય પહોંચાડવા માટે અમે 10 મુદ્દાના કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છીએ.

બહોળા રિલાયન્સ પરિવાર સાથેનું અમારું ફાઉન્ડેશન આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત સમુદાયો સાથે સાથે મજબૂત સ્તંભ બનીને થઈને ઊભું છે”, તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના (RF) સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ બીજી જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું.

નીચે દર્શાવેલા 10 મુદ્દાના રાહત પગલાં દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને તાત્કાલિક અને લાંબા ગાળાના ધોરણે સહાય કરશે:

  1. જિયો-બીપી નેટવર્ક દ્વારા આપત્તિનો સામનો કરતી એમ્બ્યુલન્સ માટે મફત ઇંધણ.
  2. રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, દાળ, ચોખા, મીઠું અને રસોઈ તેલ સહિત નિઃશુલ્ક રાશન પુરવઠાની જોગવાઈ.
  3. ઘાયલોને તેમની તાત્કાલિક સારવારની જરૂરિયાતોને ટેકો આપવા માટે મફત દવાઓ; અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા લોકો માટે તબીબી સારવાર.
  4. ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેવાઓ.
  5. જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને જરૂરિયાત મુજબ રોજગારની તકો પૂરી પાડવી
  6. વિકલાંગ લોકોને સહાયની જોગવાઈ, જેમાં વ્હીલચેર, કૃત્રિમ અંગોનો સમાવેશ થાય છે.
  7. નવી રોજગારીનું સર્જન કરવા માટે અસરગ્રસ્ત લોકો માટે વિશેષજ્ઞ કૌશલ્ય તાલીમ.
  8. મહિલાઓ માટે માઇક્રોફાઇનાન્સ અને પ્રશિક્ષણની તકો કે જેમણે પરિવારનો એકમાત્ર આર્થિક આધારસ્તંભ સભ્ય ગુમાવ્યો હોય
  9. અકસ્માતથી અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને આજીવિકા માટે વૈકલ્પિક સહાય માટે ગાય, ભેંસ, બકરી, મરઘા જેવા પશુધન પૂરા પાડવામાં આવશે
  10. શોકગ્રસ્તના પરિવારના સભ્યને તેમની આજીવિકાનું પુનઃનિર્માણ કરવા સક્ષમ બનાવવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી.

અકસ્માત થયો ત્યારથી બાલાસોરમાં હાજર રિલાયન્સ ફાઉન્ડેશનની નિષ્ણાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઈમરજન્સી સેક્શન, કલેક્ટર કચેરી, બાલાસોર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે નજીકથી સંકલન કર્યું હતું.

મુસાફરોને ઝડપથી કોચ ખાલી કરાવવામાં અને ઈજાગ્રસ્તોને ઈમરજન્સી વાહનોમાં લઈ જવામાં મદદ કરવી, અકસ્માતના સ્થળે તરત જ માસ્ક, ગ્લોવ્સ, ઓઆરએસ, બેડશીટ, લાઇટિંગ અને અન્ય જરૂરીયાતો રેસ્ક્યૂ માટે ઉપલબ્ધ કરાવવા, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ કોચમાં ફસાયેલા મુસાફરોના બચાવ કાર્યમાં સામેલ થઈને ગેસ કટર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી; બચાવ કાર્ય માટે નજીકના સમુદાયોના અન્ય સ્વયંસેવકોને પણ એકત્રિત કર્યા હતા.

બચાવકાર્ય વિનાવિક્ષેપ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, રિલાયન્સ ફાઉન્ડેશને આ વિસ્તારના યુવા સ્વયંસેવકોની સાથે રહીને તેમની સાથે નેટવર્ક સ્થાપ્યું છે જેથી આશરે 1,200 લોકો માટે ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. ભોજનની જેને સૌથી વધુ જરુર છે તેવા રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓ, તેમજ અકસ્માતના સ્થળે પહોંચનારા અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પણ પહોંચાડવાનું સુનિશ્ચિત કરાયું હતું.

એક દાયકા કરતા વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ગમેતેવી હોનારતના સંજોગોમાં, પછી તે કુદરતી હોય કે બીજી કોઈ, તેને પહોંચી વળવા માટે સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા પ્રત્યે કામગીરી અદા કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોનારતને પહોંચી વળવા માટે યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેના થકી હોનારત પહેલાં, દરમિયાન અને પછીના સમયગાળામાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં પરામર્શકો સમુદાયોને માર્ગદર્શન પૂરું પાડે તે માટે કાર્યરત બને છે.

છેલ્લા ઘણાં વર્ષોથી, રિલાયન્સ ફાઉન્ડેશને પૂર, વાવાઝોડાં, ભૂકંપની હોનારતો બાદ, દુષ્કાળ દરમિયાન તેમજ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન સઘન રીતે વિવિધ સમુદાયોને સહાયતા પૂરી પાડી છે. આ માટે તેણે જાન-માલના પુનઃનિર્માણને સક્ષમ બનાવવા તેમજ રાહત પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવતી અનેકવિધ પહેલો આદરી છે અને 48થી વધુ હોનારતોની ઘટનાઓમાં 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતના દરેક સમયે રાષ્ટ્રની સાથે અડીખમ ઊભું રહ્યું છે, અને હવે, આ ગમખ્વાર દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

આ પણ વાંચો… Change in life: પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો