Monika Bhadoriya

Taarak Mehta Show Controversy: મોનીકા ભદોરિયાએ ફરી તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, કહી આ વાત

Taarak Mehta Show Controversy: બાવરી ઉર્ફ મોનીકા ભદોરિયાએ કહ્યું કે, નિર્માતાઓએ તેને ત્રણ મહિનાની બાકી રકમ ચૂકવી ન હતી, જે લગભગ ₹4-5 લાખ હતી

મનોરંજન ડેસ્ક, 06 જૂનઃ Taarak Mehta Show Controversy: કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. શોનું દરેક પાત્ર પોતાનામાં જ રસપ્રદ છે, શોમાં એવા ઘણા પાત્રો છે જે બહુ ઓછા દેખાય છે, પરંતુ ખૂબ જ ખાસ હોય છે. દરમિયાન, અમે શોમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદોરિયા વિશે વાત કરીશું,

બાવરી, જેણે પોતાની અભિનય અને નિર્દોષતાથી આખી દુનિયાનું દિલ જીત્યું હતું, તે તેના વાસ્તવિક જીવનમાં ખૂબ જ પરેશાન હતી. હા, તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.

મોનિકા ભદોરિયા ને આવતા હતા આત્મહત્યા ના વિચાર 

અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતાઓએ શોમાં કામ કરતી વખતે તેને હેરાન કરી હતી. તેણે કહ્યું કે તે સમયે તેના મગજમાં આત્મહત્યાના વિચારો પણ આવ્યા હતા. તેણે કહ્યું કે નિર્માતાઓએ તેને ત્રણ મહિનાની બાકી રકમ ચૂકવી ન હતી, જે લગભગ ₹4-5 લાખ હતી, આ લગભગ એક વર્ષ સુધી ચાલ્યું.

મોનિકાએ શોના સેટ પરના દિવસોને નરક ગણાવ્યા અને દાવો કર્યો કે જ્યારે તેની માતા કેન્સરની સારવાર લઈ રહી હતી ત્યારે શોના નિર્માતાઓએ તેને સાથ આપ્યો ન હતો. તેણીએ કહ્યું હતું કે, “હું હોસ્પિટલમાં રાત પસાર કરતી હતી અને તેઓ મને શૂટ માટે વહેલી સવારે ફોન કરતા હતા. હું કહેતી કે મારી માનસિક સ્થિતિ બરાબર નથી, તો પણ તેઓ મને આવવા દબાણ કરતા. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટ પર આવ્યા પછી પણ હું રાહ જોતી હતી, મારે કંઈ કરવાનું નહોતું.

મોનીકા ને મેકર્સે આપી હતી ધમકી 

મોનિકાએ વધુમાં કહ્યું કે, જ્યારે હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે કામ કરી રહી હતી ત્યારે ખૂબ જ ટોર્ચર થતી હતી, તેથી આ બધા વિચારોથી મને લાગ્યું કે મારે આત્મહત્યા કરવી જોઈએ. તેને કહ્યું TMKOC ના નિર્માતાઓએ એકવાર કહ્યું કે ‘તેના પિતાનું અવસાન થયું, અને અમે પૈસા આપ્યા’. અમે તેની બીમાર માતાની સારવાર માટે ચૂકવણી કરી હતી’ આ શબ્દોએ મને ઘણું દુઃખ પહોંચાડ્યું.’

મોનિકાએ એમ પણ કહ્યું કે તે તેની બીમાર માતાને છેલ્લી વખત સેટ પર લાવવા માંગતી હતી, જેથી તે જોઈ શકે કે તેની પુત્રી ક્યાં કામ કરે છે, પરંતુ સેટ પરનું વાતાવરણ એવું હતું કે તે આવું કરી શકી નહીં.મોનિકાએ કહ્યું કે શો છોડતી વખતે અસિત મોદીએ તેને ધમકી આપી હતી કે તે ટીવીમાં ફરી કામ કરી શકશે નહીં.

આ પણ વાંચો… Reliance Foundation announces relief measures: રિલાયન્સ ફાઉન્ડેશને ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે 10 મુદ્દાના રાહતના પગલાંની જાહેરાત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો