accident 1

Road Accident: આ રાજ્યમાં મોટી દુર્ઘટના, વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત- વાંચો વિગત

Road Accident: ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરાઇ

શ્રીનગર, 01 એપ્રિલઃRoad Accident: જમ્મુ કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના થઈ છે. પેસેન્જર વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 9 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.

ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 3 લોકોને સારવાર માટે લઇ ગયા તે દરમિયાન રસ્તામાં જ મોતને ભેટ્યા. ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં આ ઘટના બની હતી. હાલમાં નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Pariksha Pe Charcha with PM 2022: PM મોદીએ વિદ્યાથીઓને આપ્યો મંત્ર, કહ્યું- આ રીતે પરીક્ષા આપશો તો સારુ આવશે પરિણામ- જુઓ વીડિયો

આ પણ વાંચોઃ CNG And PNG Prices increase: વધુ એક મોંઘવારીનો માર, રાજ્યમાં CNG અને PNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.