Pariksha Pe Charcha with PM 2022

Pariksha Pe Charcha with PM 2022: PM મોદીએ વિદ્યાથીઓને આપ્યો મંત્ર, કહ્યું- આ રીતે પરીક્ષા આપશો તો સારુ આવશે પરિણામ- જુઓ વીડિયો

Pariksha Pe Charcha with PM 2022: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉમંગ અને ઉત્સાહ સાથે પરીક્ષા આપશો તો સારું પરિણામ મળશે

નવી દિલ્હી, 01 એપ્રિલઃ Pariksha Pe Charcha with PM 2022: ઓનલાઈન અને ઓફલાઈન સિવાય થોડો સમય ઈનરલાઈન રહો. દિવસભરમાં કેટલોક સમય એવો કાઢો જ્યારે તમે ઓનલાઈન પણ ન રહો કે ઑફલાઈન નહીં, પણ તમે ઈનરલાઈન રહો. તમે જેટલું ખુદને સમજશો, તમે એટલી ઊર્જા અનુભવશો.

જો તમે આ વસ્તુઓ કરો છો તો મને નથી લાગતું કે આ બધી મુશ્કેલીઓ તમારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે. આજે આપણે ડિજિટલ ગેજેટ્સ દ્વારા વસ્તુઓને ખૂબ જ સરળતાથી અને વ્યાપકપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે તેને Opportunity ગણવી જોઈએ, સમસ્યા નહીં.

આ પણ વાંચોઃ Gudi Padwa 2022: વાંચો, ગુડી પડવોનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો

ઓનલાઈન વાંચતી વખતે ભણતી વખતે ઘણીવાર એવું બને કે, તમને જે ભણાવામાં આવે છે તે સમજમાં ના આવે, કંઈ સંભળાય નહી એવું પણ બને. ત્યારે તમારુ મન ક્યાંક બીજે હોય તેવું બની શકે છે. માધ્યમ ઓનલાઈન કે ઓફલાઈન હોય તે સમસ્યા નથી પણ મન લાગેલું ના હોય તો મગજમાં કંઈ ઉતરતું નથી.

આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ કાર્યક્રમમાં મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવશે. ઉલ્લેખનીય છે કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના આ વાર્તાલાપ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ પણ તાલકટોરા સ્ટેડિયમમાં જ 16 ફેબ્રુઆરી, 2018ના રોજ આયોજિત કરવામાં આવી હતી.

પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ પર વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, ‘જે સંવાદની દરેક યુવાનો રાહ જોઈ રહ્યા છે તે 1 એપ્રિલ, 2022ના રોજ થશે. તણાવ ઓછો કરવા અને પરીક્ષામાં સફળ થવાની રીતો જાણો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની સલાહ લો. પરીક્ષા યોદ્ધાઓ, વાલીઓ અને શિક્ષકો PPC 2022 માટે તૈયાર થઈ જાઓ.

શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્ષા પે ચર્ચાની પ્રથમ ત્રણ આવૃત્તિઓ દિલ્હીમાં ટાઉનહોલ ફોર્મેટમાં હાથ ધરવામાં આવી હતી. ચોથી આવૃત્તિ ગયા વર્ષે 7 એપ્રિલે યોજાઈ હતી.

આ પણ વાંચોઃ CNG And PNG Prices increase: વધુ એક મોંઘવારીનો માર, રાજ્યમાં CNG અને PNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.