Sameer wankhede

Sameer wankhede: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, વાંચો શું છે મામલો?

Sameer wankhede: પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક અજાણ્યા લોકો ક્રૂઝ શીપ ડ્રગ્સ બસ્ટ કેસમાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં સામેલ

મુંબઇ, 25 ઓક્ટોબરઃ Sameer wankhede: નારકોટ્કિસ કંટ્રોલ બ્યૂરો(NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ રવિવારે મુંબઈ પોલીસ કમિશ્નરને વિનંતી કરી હતી કે તેમની વિરુદ્ધ “ખોટા ઈરાદાઓ” ના આધારે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે. વાનખેડેએ કમિશનરને લખેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક અજાણ્યા લોકો ક્રૂઝ શીપ ડ્રગ્સ બસ્ટ કેસમાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં સામેલ છે.

WhatsApp Image 2021 10 24 at 10.14.55 PM 721x1024 1

વાનખેડેએ લખ્યું, “તમારા ધ્યાન પર એ પણ લાવવામાં આવ્યું છે કે સન્માનિત સાર્વજનિક પદાધિકારીઓ દ્વારા જાહેર મીડિયા પર તેમને જેલ અને નોકરીમાંથી બરતરફીની ધમકીઓ આપવામાં આવી છે.” જોકે, તેમણે આ પત્રમાં કોઈ ખાસ વ્યક્તિનું નામ લીધું નથી. વાનખેડે નવાબ મલિક વિશે લખ્યું, આ પત્રમાં તેનું નામ ન લેતાં તેઓ તેમને જેલમાં મોકલવાની અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યા છે

બીજી તરફ સમીર વાનખેડેએ આ પત્ર એવા સમયે લખ્યો જ્યારે મુંબઈના દરિયા કિનારે એક ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના એક સ્વતંત્ર સાક્ષીએ રવિવારે દાવો કર્યો હતો કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓ અને અન્ય કેટલાક લોકોએ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પાસેથી આ મામલામાંધરપકડ કરાયેલા પુત્ર આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગ કરી હતી

આ પણ વાંચોઃ Increase prepaid postpaid plan: ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સની કિંમતમાં થવાનો છે વધારો- વાંચો વિગત

Whatsapp Join Banner Guj