Samudra

નેવીએ પણ કોરોનાની સ્થિતિથી રાહત આપવા ઓપરેશન સમુદ્ર સેતૂ- ૨(samudra setu 2) શરૃ કર્યું, વાંચો સંપૂર્ણ અહેવાલ

દિલ્હી, 11 મેઃsamudra setu 2: દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, હવે આ વાયરસને નાથવા માટે દેશના શસ્ત્રદળો સામે આવ્યા છે. ત્યારે બીજી તરફ ભારતીય આર્મી અને એરફોર્સ બાદ હવે નેવીએ પણ કોરોનાની સ્થિતિથી રાહત આપવા ઓફરેશન સમુદ્ર સેતૂ- ૨(smaudra setu 2) શરૃ કર્યું છે. તે મુજબ નેવીનું એક જહાજ આઈએનએસ- ત્રિકંદ ૨૭ ટનના બે ઓક્સિજન કન્ટેનર સાથે આજે સવારે કતારના હમાદ પોર્ટથી મુંબઈ આવી પહોંચ્યું હતું.

નોંધનીય છે કે, આ જહાજ 5 મેના રોજ લિકવિડ મેડિકલ ઓક્સિજન લેવા કતાર પહોંચ્યું હતું. ત્યાંથી ૨૭ ટનના બે ઓક્સિજન કન્ટેનર સાથે આજે મુંબઈ આવ્યું હતું. આ સંદર્ભે પ્રાપ્ત વિગત મુજબ ફ્રેન્ચ અભિયાન ‘ઓક્સિજન સોલિડારિટી બ્રિજ’ના એક ભાગરૃપે ભારતને કોવિડ-૧૯ની મહામારીનો સામનો કરવાના એક ભાગરૃપે(smaudra setu 2) આ મદદ મોકલવામાં આવી હતી.

samudra setu 2

ઉલ્લેખનીય છે કે, આગામી બે મહિનામાં આ રીતે લગભગ ૬૦૦ મેટ્રિક ટન ફ્રેન્ચ એર લિકવિડ કન્ટેનર કતારથી ભારતમાં મોકલવામાં  આવશે. આ (samudra setu 2) સંદર્ભે નેવી શીપના કેપ્ટન હરિશ બહુગુણાએ માધ્યમોને જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ભારતીય નેવીનો મદદરૃપ થવાનો આ એક પ્રયાસ છે.

samudra setu 2

આ પણ વાંચો….

MX પ્લેયરની આગામી ડ્રામેડી(Runaway Lugaai), આ તારીખથી વિના મૂલ્યે જોવા મળશે