Electoral Bonds Data

SBI Hand Over Electoral Bonds Data: સુપ્રીમ કોર્ટની ફટકારની અસરથી SBI ઇલેકટોરલ બોન્ડસનો ડેટા ચુંટણી પંચને સોંપ્યો- વાંચો વિગત

SBI Hand Over Electoral Bonds Data: એસબીઆઇએ આપેલી ઇલેકટોરલ બોન્ડની વિગત 15 માર્ચ સુધીમાં ચુંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાનો પણ આદેશ આપેલો છે

નવી દિલ્હી, 13 માર્ચઃ SBI Hand Over Electoral Bonds Data: સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર 12 માર્ચના રોજ કામકાજનો સમય પુરો થાય તે પહેલા એસબીઆઇએ ઇલેકટોરલ બોન્ડની માહિતી ચુંટણી પંચને આપી છે. 11 ફેબુ્આરીના રોજ સુપ્રિમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ૨૪ કલાકમાં ઇલેકટોરલ બોન્ડસનો ડેટા ચુંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો હતો. બહુચર્ચિત ઇલેકટોરલ બોન્ડની માહિતી આપવા માટે સ્ટેટ બેંક સુપ્રિમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો પરંતુ આ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઇએ સાંજે 5.30 વાગે ચુંટણી પંચને માહિતી મોકલાવી હતી. ઉપરાંત સીજેઆઇ ડી વાઇ ચંદ્રચુડની આગેવાની હેઠળ પાંચ ન્યાયાધિશોની સંવિધાન પીઠે એસબીઆઇએ આપેલી ઇલેકટોરલ બોન્ડની વિગત 15 માર્ચ સુધીમાં ચુંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાનો પણ આદેશ આપેલો છે. 

આ પણ વાંચોઃ CNG Bike: આ કંપની લાવી રહી છે દેશની પહેલી CNG બાઈક, જાણો કેવી રીતે કરશે કામ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો