kashi mandir pm shoe

Shoes for people working in Kashi Vishwanath mandir: પ્રધાનમંત્રીની પહેલ; કાશી વિશ્વનાથ મંદિરમાં હવે ઉઘાડા પગે નહીં કરવી પડે ડ્યુટી

નવી દિલ્હી, ૧૦ જાન્યુઆરીઃ Shoes for people working in Kashi Vishwanath mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ભોલેનાથની નગરી કાશી પ્રત્યે એક અલગ જ લગાવ છે. હાલમાં જ પીએમ મોદીએ કાશીના લોકોને વિશ્વનાથ કોરિડોરની મોટી ભેટ આપી હતી. હવે ઠંડીના વધતા પ્રકોપ વચ્ચે પીએમએ ફરી એકવાર બાબા વિશ્વનાથની સેવામાં લાગેલા પોલીસકર્મીઓ, સેવાકર્મીઓ અને પૂજારીઓ સહિત અન્ય કર્મચારીઓ માટે ખાસ ભેટ મોકલી છે.

Shoes for people working in Kashi Vishwanath mandir

પ્રાપ્ત જાણકારી મુજબ પીએમએ કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ઉઘાડા પગે ફરજ બજાવતા કર્મચારીઓની સમસ્યાને ધ્યાનમાં લીધી છે.

Shoes for people working in Kashi Vishwanath mandir

PM મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકો માટે 100 જોડી જ્યુટ એટલે કે, શણના પગરખાં મોકલ્યા છે. જેનું શાસ્ત્રી, પુજારી, સીઆરપીએફના જવાનો, પોલીસકર્મી, સેવાદાર અને સફાઈકર્મીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ચામડા કે રબરના ચપ્પલ પર પ્રતિબંધ છે અને ચાખડી (લાકડાંના પગરખાં) પહેરીને કામ કરવું સૌ માટે શક્ય નથી.

kashi pm shoe

આવી સ્થિતિમાં સુરક્ષાકર્મીઓને કડકડતી ઠંડીમાં ઉઘાડા પગે કામ કરવાના કારણે જે મુશ્કેલીઓ પડી રહી હતી, તેમાં હવે ઘણી હદ સુધી રાહત મળશે. કાશી વિશ્વનાથ ધામ પરિસરની અંદર આ પગરખાંઓનો ઉપયોગ કરવામાં આવશે. 

આ પણ વાંચો…golden post box: નીરજ ચોપરાનું નામ લખાવેલુ ગામમાં લાગ્યું ખાસ ગોલ્ડન પોસ્ટ બોક્સ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj