bihar me hangama

Stoned in Buxar on the train: સેનાની ભરતીના નિયમોમાં ફેરફાર પર બિહારમાં થયો હંગામો, બક્સરમાં યુવાઓએ ટ્રેન રોકી કર્યો પત્થરમારો

Stoned in Buxar on the train: સેનામાં ભરતીની તૈયારીમાં લાગેલા યુવાઓએ આ નવી યોજનાનો વિરોધ કરતા પટના જઈ રહેલ પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર બક્સરમાં પત્થરમારો કર્યો હતો.

પટના, 15 જૂન: Stoned in Buxar on the train: સેનામાં ભરતીના નિયમોમાં ફેરફારને લઈને બિહારના યુવાઓ કડક વિરોધ કરી રહ્યા છે. સેનામાં ભરતીની તૈયારીમાં લાગેલા યુવાઓએ આ નવી યોજનાનો વિરોધ કરતા પટના જઈ રહેલ પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર બક્સરમાં પત્થરમારો કર્યો હતો.

કેન્દ્ર સરકારે ગત રોજ એટલે કે, મંગળવારે સેનામાં ટૂંકા કમિશન માટે જાહેર કરેલી અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં બબાલ થયો છે. યોજનાનો વિરોધ કરતાં યુવાનોએ બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો કર્યો, જ્યારે મુઝફ્ફરપુરમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેમજ અનેક સ્થળે ચક્કાજામના પણ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

સેનામાં ભરતીના નિયમોમાં ફેરફારને લઈને બિહારના યુવાઓ કડક વિરોધ કરી રહ્યા છે. (Stoned in Buxar on the train) સેનામાં ભરતીની તૈયારીમાં લાગેલા યુવાઓએ આ નવી યોજનાનો વિરોધ કરતા પટના જઈ રહેલ પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર બક્સરમાં પત્થરમારો કર્યો હતો. કાશી પટના જનશતાબ્દી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને રોકી હોવાના સમાચાર મળ્યા છે. મુઝફ્ફરપુરમાં પ્રદર્શનકારીઓએ ચક્કર મેદાન અને રેલવે સ્ટેશનની પાસે હંગામો કર્યો છે. અહીં ટ્રાફિકજામના સમાચાર મળી રહ્યા છે. સદર થાના વિસ્તારના ભગવાનપુર ગોલંબરમાં સેકડો યુવાઓ નારાબાજી કરતા જોવા મળ્યા. અહીં એનએચ 28 ટ્રાફિકજામ કર્યું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે હાલ ગતિરોધ યથાવત છે. 

આ છે અગ્નિપથ ભરતી યોજના 

‘અગ્નિપથ ભરતી યોજના’ હેઠળ યુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે સેનામાં જોડાવાની તક મળશે. સાડા ​​17 વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવક-યુવતીઓ આ માટે લાયક ગણાશે. આ માટે ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. તે 90 દિવસમાં શરૂ થશે. આ વર્ષે 46 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. પ્રથમ ભરતી પ્રક્રિયામાં યુવાનોને છ મહિનાની તાલીમ આપવામાં આવશે. તાલીમનો સમય પણ ચાર વર્ષમાં આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો..New greenfield airport in gujarat: વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતે…

Gujarati banner 01