68f4acdb5688966ab9c6e31ab38978941cb3397826820f98766f732c8660ca43.0 e1655216404962

New greenfield airport in gujarat: વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતે…

New greenfield airport in gujarat: કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ.૧૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી

ગાંધીનગર, ૧૪ જૂન: New greenfield airport in gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ.૧૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આગામી ૪૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Rain in gujarat: ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી, જાણો…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા અને ગતિ આપનારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતા જનાર્દન વતી હ્રદયપૂર્વક આભાર માન્યો છે.

તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનએ દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતા મલ્ટીમોડેલ કનેક્ટિવિટી અને પી.એમ ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઈ શકશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ ઇન્ડસ્ત્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પલીમેન્ટેશન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના સંયુક્ત સાહસ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ મારફતે સાકાર થવાનો છે.

Gujarati banner 01