Submarine 1 1024x683 1

ચીન-પાકિસ્તાનને સમુદ્રમાં જોરદાર ટક્કર આપશે ભારત, સમુદ્રી વિસ્તારમાં વધશે ભારતની તાકાત- સબમરીનના આ મોટા પ્રોજેક્ટ(submarine project)ને મળી મંજૂરી

નવી દિલ્હી, 05 જૂનઃ શુક્રવારે ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટ(submarine project)ને મંજૂરી આપવામાં આવી હતી. ચીન સામે મહત્વપૂર્ણ ગણાતા આ પ્રોજેક્ટમાં હાલ છ સબમરિનનું ઉત્પાદન કરવામાં આવશે. જેનો કુલ ખર્ચ આશરે 43000 કરોડ માનવામાં આવે છે. આ ઉપરાંત સરહદે ચીન સાથે તકરાર વચ્ચે ભારતીય સંરક્ષણ મંત્રાલયે 6000 કરોડના હિથયારોની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. જેમાં એર ડિફેંસ ગન અને ગોળા બારૂદની ખરીદી કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પ્રોજેક્ટનો એક હેતુ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો પણ છે. સમુદ્રી વિસ્તારોમાં પોતાની તાકાત વધારવા માટે નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે અંતર્ગત 6 મોટી સબમરીન(submarine project) બનાવવામાં આવશે. જે ડીજલ-ઇલેક્ટ્રિક બેસ્ડ હશે. જેનુ કદ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરિનથી 50 ટકા સુધી હશે. ભારતીય નેવી દ્વારા આ સબમરીન(submarine project)માં જે સુવિધાની માગણી કરવામાં આવી છે તેમાં તે હેવી-ડયૂટી ફાયરપાવરની સુવિધા ઇચ્છે છે. જેથી એંટી શિપ ક્રૂઝ મિસાઇલની સાથે સાથે 12 લેંડ એટેક ક્રૂઝ મિસાઇલોને પણ તૈનાત કરી શકાય. આ ઉપરાંત નેવીની માગણી છે કે સબમરીન 18 હેવીવેટ ટોરપીડોને લઇ જવાની પણ ક્ષમતા ધરાવતી હોવી જોઇએ.

submarine project

નોંધનીય છે કે ભારતીય નેવી પાસે આશરે 140 સબમરીન અને સરફેસ વોરશિપ છે. જ્યારે પાકિસ્તાની નેવીની સરખાણી કરીએ તો તેની પાસે માત્ર 20 જ છે. જોકે ભારતની ટક્કર માત્ર પાકિસ્તાન જ નહીં ચીન સાથે પણ છે જે હિંદ મહાસાગરમાં પોતાની જગ્યા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં છ સબમરીન(submarine project)ના ઉત્પાદન અને 6000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો….

અમદાવાદમાં ભારે પવન અને વીજળીઓ સાથે ભારે વરસાદ(heavy rain) પડ્યો, વાતાવરણમાં ઠંડક છવાઇ