Sunita agarwal chief justice

Sunita Agarwal New Chief Justice of Gujarat High Court: સુનીતા અગ્રવાલએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

Sunita Agarwal New Chief Justice of Gujarat High Court: રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા

  • Sunita Agarwal New Chief Justice of Gujarat High Court: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં શપથવિધિ સમારોહ યોજાયો

ગાંધીનગર, 23 જુલાઈ: Sunita Agarwal New Chief Justice of Gujarat High Court: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સુનીતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

CJ sunita agarwal oath

રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પો અર્પણ કરીને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલજીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.

રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો:India First Private Hill Station: ભારતનું પ્રથમ ખાનગી હિલ સ્ટેશન વેચાયું, જાણો કેટલી છે કીમત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો