Congress Party Support For Bandh Announcement: મણીપુરની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન

Congress Party Support For Bandh Announcement: આદિવાસી એકતા મોરચા સહિત આદિવાસી સંસ્થાઓએ આપેલા બંધના એલાનને કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન

અમદાવાદ, 22 જુલાઈઃ Congress Party Support For Bandh Announcement: મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલ બર્બરતા પૂર્ણ કૃત્ય ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલા લઈ દોષીતોને સજા થાય તથા ૭૮ દિવસ કરતા વધુ દિવસથી ચાલી રહેલી હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે સમગ્ર દેશ ચિંતામાં છે. પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે.

તાજેતરમાં જ એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે જેવા કોઈ હિંસક પશુ પણ ન કરે. આ દાનવોને માનવ ગણવા એ પણ માનવતાનું અપમાન છે. આ નિર્લજ્જ રાક્ષસો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં એનું સરઘસ કાઢી રહ્યા છે અને એ અબળાઓ સાથે જાહેરમાં છેડછાડ પણ કરી રહ્યાં છે.

સરઘસ કાઢવાથી શાંતિ ન મળી હોય એમ સરઘસના અંતે આ મહિલાઓ ઉપર સામુહિક બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો અને હવે એ મહિલાઓના નિર્વસ્ત્ર વિડીયો પણ વાઈરલ પણ કરવામાં આવ્યા. સભ્ય સમાજમાં દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ કક્ષાનું નિકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે?

આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને આવા દુષ્કર્મ કરનાર દોષીતોને સજા થાય જે એક દાખલો બેસાડવામાં આવે અને મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં ન્યાયતંત્ર માટે ઘણું દુઃખદ અને સરમજનક રીતે નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રીને તથા કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે.

આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદિવાસી સેવાભાવી સંસ્થાઓ દ્વારા મણિપુરમાં ઉભી થયેલ કરુણ પરિસ્થિતિ અને કેન્દ્ર સરકારના મણિપુર બાબતમાં લેવાયેલ વલણના વિરુદ્ધમાં ૨૩ જુલાઈના રોજ બંધનુ એલાન અપાયેલ છે. આદિવાસી સેવાભાવી સંસ્થાઓએ આ બંધને સમર્થન આપવા કોંગ્રેસ પક્ષને વિનંતી કરી હતી. જેથી કોંગ્રેસ પક્ષ આ બંધને સંપુર્ણ સમર્થન આપશે. મણિપુરમાં ઉભી થયેલ પરિસ્થિતિ માટે ભાજપ સરકાર જવાબદાર છે.

કોંગ્રેસપક્ષના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, કાંતિભાઈ ખરાડી, પૂર્વ સાંસદ કિશન પટેલ, ડૉ. પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી, ચંદ્રિકાબેન બારિયા, પુનાજી ગામિત, વજેસિંહ પણદા, સુનિલ ગામિત, ગેંદાલભાઈ ડામોર, ડૉ. મિતેશ ગરાસીયા સહિત સ્થાનિક આગેવાનોએ મણીપુરની દર્દનાક ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદીવાસી સંસ્થાઓએ આપેલા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપી સજ્જડ બંધ રાખવા અપીલ કરી હતી.

આ પણ વાંચો… Mango sales in Gujarat: ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં કરોડોની કેરીનું વેચાણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો