Lok Sabha Election 2024

ECI Order: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો- વાંચો વિગત

ECI Order: ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે

whatsapp banner

નવી દિલ્હી, 18 માર્ચઃ ECI Order: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાાન અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવનો હટાવ્યા છે, તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે, લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દીધા હતા. ત્યારે ચૂંટણી પંચે 2024ની ચૂંટણીને ધ્યાને રાખી ફરી બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Supreame Court on Electoral Bond: સુપ્રીમકોર્ટે SBIને ફટકાર, કહ્યું- “ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરો”

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો