Supreme court said about vaccine: વેક્સનને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્દેશ- વાંચો શું કહ્યું?

Supreme court said about vaccine: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યક્તિનો પોતાના શરીર પરનો અધિકાર એ અનુચ્છેદ 21નો હિસ્સો છે. તેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય

નવી દિલ્હી, 02 મેઃ Supreme court said about vaccine: કોરોના વેક્સિન ફરજિયાત કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યક્તિનો પોતાના શરીર પરનો અધિકાર એ અનુચ્છેદ 21નો હિસ્સો છે. તેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. 

દેશની શીર્ષ અદાલતે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને વેક્સિનેશન માટે મજબૂર ન કરી શકાય પંરતુ સરકાર મહામારી જેવા ગંભીર મુદ્દાઓ પર નીતિ બનાવી શકે છે. સરકાર વિશાળ અને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે કેટલીક શરતો રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે વેક્સિનેશનને ફરજિયાત કરવાની માગણી કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે વેક્સિનેશનના દુષ્પરિણામોને પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જોકે સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વર્તમાન કોવિડ વેક્સિન નીતિ અયોગ્ય કે મનમાની ન ગણી શકાય. 

આ પણ વાંચોઃ Section 144 imposed in Noida: વધતા કોરોના કેસના કારણે અહીં 31મી મે સુધી કલમ 144 લાગુ, માસ્ક પહેરવુ ફરજીયાત

આ પણ વાંચોઃ about government school: સરકારી શાળા સરકારોની રાજકીય મજબૂરી છે !

Gujarati banner 01