Court judgement

Suprime court: પતિદેવો થઇ જાવ એલર્ટ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કહ્યું- પતિ-પત્ની વચ્ચે અણબન થાય તો પતિએ ભરણપોષણ આપવું પડશે

Suprime court: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ કરીને આર્થિક મદદ કરવી જોઈએ જે તેની ફરજ છે.

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ Suprime court: સાંસરિક જીવનમાં પતિ પત્ની વચ્ચે અણ બનાવ બનવાની ઘટના સામાન્ય છે. જોકે, ક્યારેક આ વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પત્ની અને જો બાળકો હોય તો તેમની જવાબદારી કોની? આ એક મોટો સવાલ છે. આવા કિસ્સામાં મહિલા દ્વારા કોર્ટના ધ્વાર ખખડાવવામાં આવતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે જ હવે આ પ્રકારના કેસોને ધ્યાનમાં રાખીને મહત્ત્વનું ચુકાદો આપી દીધો છે.

પત્ની અને બાળકોના ભરણપોષણ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિએ પોતાની પત્ની અને સગીર બાળકોને શારીરિક શ્રમ કરીને આર્થિક મદદ કરવી જોઈએ જે તેની ફરજ છે.  

આ પણ વાંચોઃ Bangal Mal River Flood: દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા, 8ના મોત- 20 થી 25 લોકો લાપતા

ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે અવલોકન કર્યું કે CrPC ની કલમ 125 હેઠળ જાળવણી માટેની જોગવાઈ એ સામાજિક ન્યાયનું એક સાધન છે જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે રચાયેલ છે. આ નિર્ણય સાથે, કોર્ટે એક વ્યક્તિની અરજીને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે તેનો વ્યવસાય બંધ થવાને કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “પતિ શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે તે તેની ફરજ છે કે તે કાયદેસર રીતે કમાય અને તેની પત્ની અને સગીર બાળકોનું ભરણપોષણ કરે. પત્નીની અપીલ અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે જણાવ્યું હતું કે પતિ પાસે આવકના પૂરતા સ્ત્રોત હોવા છતાં અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ભરણપોષણમાં નિષ્ફળ ગયો છે અને તેમની ઉપેક્ષા કરી છે.

આ પણ વાંચોઃ 4 cough syrups deadly: ભારતમાં બનેલી આ 4 કફ સિરપને WHOએ જીવલેણ ગણાવી, DCGIને આપી ચેતવણી- વાંચો વિગત

Gujarati banner 01