Tejashwi yadav edited e1687535161382

Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટે આપ્યો ઝટકો, વાંચો સમગ્ર મામલો…

Tejashwi Yadav Defamation Case: બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે

અમદાવાદ, 28 ઓગસ્ટઃ Tejashwi Yadav Defamation Case: બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે. તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું હતુ.

તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કહીને અપમાનિત કર્યા હતા.22 માર્ચ 2023નાં દિવસે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નિવેદન કર્યુ હતુ.અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અરજદારે અરજીમાં કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી.બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ ઉપર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતુ. તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.

આ પણ વાંચો… Good News For Mobile Users: મોબાઈલ યૂજર્સ માટે ખુશખબર, હવે ઈન્ટરનેટ વગર આટલા રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો