Moong Dal Laddu

Moong Dal Laddu Recipe: રક્ષાબંધન પર મગની દાળના લાડુથી કરાવો ભાઈનું મોં મીઠુ, જાણો તેને બનાવવાની રીત…

Moong Dal Laddu Recipe: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે

દેશની રસોઈ, 28 ઓગસ્ટઃ Moong Dal Laddu Recipe: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈ-બહેનને સ્નેહના બંધનમાં બાંધતો આ તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંનેના રોજ ભદ્રાના પ્રભાવથી ઉજવવામાં આવશે.

રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર પ્રેમનો દોરો બાંધે છે અને તેમનું મોં મીઠું કરાવે છે. આ વર્ષ, જો તમે તમારા ભાઈને બજારમાંથી નહીં પણ તમારા પોતાના હાથથી બનાવેલી મીઠાઈ ખવડાવવા માંગો છો, તો મગની દાળના લાડુની આ સ્વાદિષ્ટ રેસિપી અજમાવો. આવો જાણીએ….

મગની દાળના લાડુ બનાવવા માટેની સામગ્રીઃ

  • 1 કપ મગની દાળ
  • 1/4 કપ પાઉડર ખાંડ
  • 1/4 કપ દેશી ઘી
  • બારીક સમારેલા ડ્રાયફુટ્સ

મગની દાળના લાડુ બનાવવાની રીતઃ

મગની દાળના લાડુ બનાવવા માટે સૌપ્રથમ મગની દાળને એક તપેલીમાં મૂકી મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો, પછી ગેસ બંધ કરીને દાળને ઠંડી થવા માટે રાખો. દાળ ઠંડી થાય એટલે તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર તૈયાર કરો. હવે દાળના લાડુ બનાવવા માટે એક કડાઈમાં દાળનો પાઉડર નાંખો અને 10 મિનિટ સુધી સતત હાલવતા રહો. જ્યારે દાળ કડાઈથી અલગ થવા લાગે તો સમજી લેવુું કે દાળ સારી રીતે શેક્યા પછી તૈયાર છે.

હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા માટે રાખો. આ પછી તેમાં દળેલી ખાંડ, ડ્રાય ફ્રૂટ અને ઘી નાખીને લાડુ બનાવો. લાડુને ગાર્નિશ કરવા માટે તેના પર સમારેલા બદામ મુકો. તૈયાર છે મગની દાળના લાડુ.

આ પણ વાંચો… Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટે આપ્યો ઝટકો, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો