RBI

Good News For Mobile Users: મોબાઈલ યૂજર્સ માટે ખુશખબર, હવે ઈન્ટરનેટ વગર આટલા રૂપિયા સુધી કરી શકશો ટ્રાન્જેક્શન…

Good News For Mobile Users: RBI દ્વારા યુપીઆઈ લાઈટ વૉલેટથી ઑફલાઇન ચુકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો

કામની ખબર, 28 ઓગસ્ટઃ Good News For Mobile Users: કેન્દ્ર સરકાર તરફથી સતત ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈન્ટરનેટના કારણે ગામડાઓમાં અને દુર અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી. જેના કારણે ઓનલાઈન પેમેન્ટ કરનારો લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી સરકારે આવો નિર્ણય કરવો પડ્યો છે.

ઓનલાઇન પેમેન્ટ કરતા લોકોને RBIએ આપી એક નવી ભેટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી ઓનલાઈન પેમેન્ટ કરતા લોકોને એક નવી ભેટ આપી છે, વાસ્તવમાં, RBI દ્વારા યુપીઆઈ લાઈટ વૉલેટથી ઑફલાઇન ચુકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા તેની લિમિટ માત્ર 200 રુપિયા હતી. જેને આરબીઆઈએ વધારીને હવે 500 રુપિયા કરી દીધી છે. મતલબ કે યૂજર્સ હવે ઇન્ટરનેટ વગર પણ 500 રુપિયા યુપીઆઈ લાઈટ વોલેટથી પેમેન્ટ કરી શકશે.

તમને જણાવી દઈએ કે લાઈટ વોલેટ લિમિટ વધારવાથી હવે વગર ઈન્ટરનેટ અને ખરાબ ઇન્ટરનેટ વાળા વિસ્તારોમાં રહેતા લોકો પણ સરળતાથી ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.

આ પણ વાંચો… Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશનના લૉન્ચિંગની સત્તાવાર તારીખ અને સમય જાહેર, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો