Encounter with terrorists in JK

Terrorist attack in jammu: રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં 4ના મોત, વાંચો…

Terrorist attack in jammu: નિયંત્રણ રેખાને અડીને આવેલા રાજોરી જિલ્લાના ડાંગરી ગામમાં બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો

નવી દિલ્હી, 02 જાન્યુઆરી: Terrorist attack in jammu: જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન, બે માસ્ક પહેરેલા આતંકવાદીઓએ અંકુશ રેખાને અડીને આવેલા રાજોરી જિલ્લાના ડાંગરી ગામમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર હિન્દુઓના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ તમામને એરલિફ્ટ કરીને જમ્મુ જીએમસીમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન TRFએ હુમલાની જવાબદારી લીધી છે. સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. જમ્મુના ADGP મુકેશ સિંહે જણાવ્યું હતું કે, “બે સશસ્ત્ર માણસોએ અપર ડાંગરી ગામમાં નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.” એકબીજાથી 50 મીટર દૂર આવેલા ત્રણ મકાનોને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

મૃતકોની ઓળખ દીપક કુમાર (23), પૂર્વ સૈનિક સતીશ કુમાર (45), શિવપાલ ઉર્ફે આશિષ કુમાર (32) અને પ્રિતમ લાલ (56) તરીકે થઈ છે. આ તમામ ડાંગરીના રહેવાસી છે અને એકબીજાના સંબંધી છે.

હુમલામાં માર્યા ગયેલા સતીશ કુમારના ભાઈ સંજય કુમારે જણાવ્યું કે બે માસ્ક પહેરેલા આતંકવાદીઓએ મોઢા પર લાલ રંગના માસ્ક પહેરેલા હતા. સૌથી પહેલા તેણે આધાર કાર્ડ જોયું. ઓળખાયા પછી, તેઓએ પહેલા એક ઘરને નિશાન બનાવ્યું અને પછી આસપાસના વધુ બે મકાનો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા.

આ પણ વાંચો: Weekly Tarot Card Reader: આ અઠવાડિયું કેવું રહેશે ટેરો રાશિફળ પરથી જાણો