The burning train: મધ્યપ્રદેશમાં દુર્ગ એક્સપ્રેસના ચાર ડબ્બામાં લાગી આગ

The burning train: આગ કેવી રીતે લાગી તેની જાણકારી હજી સુધી મળી નથી

નવી દિલ્હી, 26 નવેમ્બર:The burning train: દિલ્હીથી છત્તીસગઢ જઇ રહેલી દુર્ગ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની છે. એક ડબ્બામાં આગ લાગતા જોતજોતામાં ચારેય ડબ્બામાં આગ ફેલાઇ ગઇ. મધ્યપ્રદેશમાં મુરૈના ખાતે હેતમપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેનને રોકી લેવામાં આવી હતી. ટ્રેનોમાં લાગેલી આગ ઓલવતા સુધી ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડના કર્મચારી પહોંચી ગયા હતા. જો કે આગ શેના કારણે લાગી છે, તેના વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

જાણકારી અનુસાર, આગ ટ્રેન 20848 દુર્ગ-ઉધમપુર એક્સપ્રેસમાં લાગી છે. ટ્રેન દિલ્હીથી દુર્ગ તરફ જઇ રહી હતી. સૂચના મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ અને આગને કાબુ કરવામાં જોડાઇ ગઇ. નોંધનીય છે કે, આ ઘટનામાં કોઇપણ વ્યક્તિને ઇજા થઇ નથી. બધા યાત્રિઓને સમય રહેતા જ ટ્રેનથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ India’s growing reputation:પોતાના લેખ દ્વારા વિદેશ સચિવ હર્ષવર્ધનએ જણાવ્યું કે મહામારી પછી કેવી રીતે વૈશ્વિક સમુદાયમાં વધી ભારતની પ્રતિષ્ઠા

Whatsapp Join Banner Guj