Petrol pump 600x337 1

The Punjab government has reduced the price of petrol and diesel: પંજાબ સરકારે ખેડૂતોને રાજી કરવા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કર્યો ઘટાડો

હરિયાણા, ૦૮ નવેમ્બર: The Punjab government has reduced the price of petrol and diesel: હરિયાણા અને હિમાચલ પ્રદેશ બાદ હવે પંજાબ સરકારે પણ રવિવાર મધરાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે અનુક્રમે 10 રૂપિયા અને પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

The Punjab government has reduced the price of petrol and diesel: કેબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ હતું કે ચંડીગઢને છોડીને હવે રાજયમાં પેટ્રોલના દર એકદમ ઓછા કરવામાં આવ્યા છે.તો રાજયમાં ડિઝલની કિંમત પણ હરિયાણા અને રાજસ્થાનની સરખામણીમાં ઓછા થઈ ગયા છે. પેટ્રોલ પર રહેલા વેટના દરમાં 27.27 ટકાને ઘટાડીને 15.15 ટકા અને ડિઝલ પર 17.57 ટકાને ઘટાડીને 10.91 ટકા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…LK advani birthday: દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ ઘરે જઈને આપી શુભેચ્છા

પંજાબની વિધાનસભાની ચૂંટણી નજીક છે. પંજાબમાં ખેડૂતો વધુ છે. જે ખેતીના અનેક કામ માટે ડિઝલનો ઉપયોગ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર થી નારાજ રહેલા ખેડૂતોને ખુશ કરવા પંજાબ સરકારે આ પગલું લીધું હોવાનું પણ કહેવાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઈંધણના આસમાને પહોંચેલા દરને પગલે કેન્દ સરકારે તેના પર રહેલી એક્સાઈસ ડ્યુટી ઘટાડી દીધા બાદ અન્ય રાજયોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. જેને પગલે અનેક રાજયમા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. હવે પંજાબ પણ તેમાં જોડાઈ ગયું છે.

Whatsapp Join Banner Guj