Tomato Flu

Tomato flu government guideline: ઝડપથી વધી રહ્યાં છે ટામેટા ફ્લુના કેસ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન,

Tomato flu government guideline: આ એક વાયરલ બીમારી છે જેમાં શરીર પર ટામેટાના આકાર જેવા ફોલ્લા થાય છે

નવી દિલ્હી, 24 ઓગષ્ટઃTomato flu government guideline: દેશમાં આ સમયે Tomato Flu ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બાળકોમાં આ બીમારીના વધુ કેસ જોવા મળી રહ્યાં છે. મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં તે તમામ ગાઇડલાઇન જણાવવામાં આવી છે જેનું પાલન કરવું જરૂરી છે. સરકારે વિસ્તૃત રિપોર્ટ જારી કરી Tomato Flu ના લક્ષણ અને તેની સારવારને લઈને પણ માહિતી આપી છે. 

શું છે Tomato Flu?
Tomato Flu એક વાયરલ બીમારી છે જેમાં શરીર પર ટામેટાના આકાર જેવા ફોલ્લા થાય છે. તેના મોટા ભાગના લક્ષણ બીજા વાયરલ ઇન્ફેક્શન જેવા રહે છે. તેમાં તાવ, સાંધાનો દુખાવો, થાક, ગળામાં ખારાશ સામેલ છે. આ વાયરસની શરૂઆત બળવા તાવથી થાય છે, પછી ગળામાં ખારાશ આવે છે. તાવના બે-ત્રણ દિવસ બાદ શરીર પર લાલ કલરના દાણા જોવા મળે છે, ત્યાર બાદ ફોલ્લીઓ થાય છે. જે મોઢાની અંદર, જીભ પર જોવા મળે છે.

સંક્રમિત થવા પર શું કરવું?
– પાંચથી સાત દિવસ માટે ખુદને આઈસોલેટ કરવામાં આવે, બીમારી ન ફેલાઈ, તેનું ધ્યાન રહે.
– પોતાની આસપાસના વિસ્તારને સાફ રાખો. વાયરસથી સંક્રમિત બાળક અન્ય બાળકોથી દૂર રહે.
– સંક્રમિત બાળકના કપડા અને વાસણ અલગ કરી દેવામાં આવે.
– પૂરતો આરામ મળે તે જરૂરી. ઝડપી રિકવરી માટે વધારે ઉંઘ અસરકારક.

આ રીતે મળશે સંક્રમિતની માહિતી?
– Respiratory Samples દ્વારા સરળતાથી જાણકારી મેળવી શકાય છે. બીમારીના 48 કલાકની અંદર જ શ્વસનના નમૂના આપી શકાય છે.
– Fecal (મળ)  સેમ્પલ દ્વારા પણ આ વાયરસની જાણકારી મેળવી શકાય. પરંતુ સેમ્પલ 48 કલાકમાં આપવા જરૂરી છે. 

આ પણ વાંચોઃ Budh Pradosh vrat:આજે પ્રદોષ વ્રત, આ દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે- વાંચો પૌરાણિક મહત્વ

તે પણ જાણવું જરૂરી છે કે ટોમેટો વાયરસની કોઈ અલગથી દવા નથી, જે દવા વાયરલ થવા પર આપવામાં આવે છે, તેનો ઉપયોગ આ બીમારીમાં કરવામાં આવે છે. અત્યાર સુધી જે પણ કેસ સામે આવ્યા છે, તેમાંથી મોટાભાગના 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તેવામાં સરકાર બાળકોને લઈને ચિંતિત છે અને તેને આ વાયરલથી સુરક્ષિત કરવા પર ભાર આપી રહી છે. 

કઈ રીતે ફેલાય છે Tomato Flu?
તે પણ જાણકારી આપવામાં આવી છે કે Tomato Flu વિશેષ કારણ જાણવા માટે વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યાં છે, પરંતુ હજુ તેને વાયરલ સંક્રમણનું એક રૂપ માનવામાં આવે છે. કેટલાકે સૂચન કર્યું કે આ ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાનો દુષ્પ્રભાવ હોઈ શકે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે તેનો સોર્સ એક વાયરસ છે પરંતુ હજુ સુધી તે વિશે જાણકારી સામે આવી નથી કે વાયરસ કઈ રીતે ફેલાઈ છે. 

દેશમાં કેટલો ફેલાયો છે Tomato Flu?
આ સમયે કેરલમાં ટોમેટો ફ્લૂના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. જુલાઈ સુધી પાંચ વર્ષથી ઓછી ઉંમરના 82 બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા. વધતા કેસને જોતા તમિલનાડુ અને કર્ણાટક સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ Disaster Management: ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અંગે અધિકારીઓ સંવેદનશીલ બને તે હેતુથી અપાઈ તાલીમ

Gujarati banner 01