Mahashivratri

Budh Pradosh vrat:આજે પ્રદોષ વ્રત, આ દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે- વાંચો પૌરાણિક મહત્વ

Budh Pradosh vrat: બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે.

ધર્મ ડેસ્ક, 24 ઓગષ્ટઃBudh Pradosh vrat: આ વખતે પ્રદોષ વ્રત બુધવારના રોજ છે. બુધવારે આ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવામાં આવશે. બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરતા પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે.

આ પણ વાંચોઃ Disaster Management: ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અંગે અધિકારીઓ સંવેદનશીલ બને તે હેતુથી અપાઈ તાલીમ

પ્રદોષનું મહત્ત્વ
આ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું. એટલાં માટે જ આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. આ સિવાય સપ્તાહના વિવિધ દિવસમાં પ્રદોષ હોવાથી તેનું ફળ પણ અલગ મળે છે. આજે મંગળવારે પ્રદોષ છે. જેના પ્રભાવથી બિમારીઓથી છુટકારો મળે છે.

શિવ અને સ્કંદપુરાણમાં પ્રદોષ
શિવ અને સ્કંદપુરાણ પ્રમાણે, પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાશ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

આ પણ વાંચોઃ Adani Media Networks buys NDTV: અદાણી ગ્રુપની મીડિયા કંપની NDTVમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી- વાંચો વિગત

Gujarati banner 01