tripletalaq 1537924111 1566539917

મહત્વ પૂર્ણ ચુકાદો: આ મહિલા ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ કેસ જીતી, વાંચો તલાક(triple talaq act) બાદ ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા વિશે

triple talaq act

નવી દિલ્હી, 02 એપ્રિલઃ ઉત્તરપ્રદેશની સરહાનપુર અદાલતે મુસ્લિમ વુમન એક્ટ(triple talaq act) 2019 હેઠળ એક મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. આતિયા સાબરી એ સરહાનપુર કોર્ટ માં ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ  કેસ જીતી ગઈ છે. જે પતિ પાસે થી તલાક બાદ  ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે.

ADVT Dental Titanium

 સરહાનપૂર કોર્ટ ના જજ નરેન્દ્ર કુમારે આપેલા ચુકાદા મુજબ આતિયા સાબરી ના પતિ એ આતિયા સહીત તેની બે પુત્રી ઓ ને દર મહિને  21000 રૂપિયા ભરણ પોષણ પેઠે ચૂકવવાના રહેશે..આતિયા એ 2015 માં તલાક વિરુદ્ધ કેસ(triple talaq act) કર્યો હતો.એટલે કે આતિયા ના પતિ એ અત્યાર સુધી ના બાકી રહેલા  13.44 લાખ રૂપિયા પણ આપવા પડશે. આતિયા ના પતિ એ આતિયા ને નવેમ્બર 2015 માં  20 લાખ ના દહેજ માટે અને બે છોકરીઓ ને જન્મ આપવા બદ્દલ તલાક આપ્યા હતા. ત્યારબાદ આતિયા સબરી એ કોર્ટ માં  તલાક(triple talaq act) વિરુદ્ધ ભરણ પોષણ માટે કેસ કર્યો હતો.

Whatsapp Join Banner Guj


ઉલ્લેખનીય છે કે ,ટ્રીપ્પલ તલાક વિરુદ્ધનો સૌ પ્રથમ  શાહબાનો કેસ પણ બહુ ચર્ચા નો વિષય બન્યો હતો .વર્ષ 1978 માં શાહબાનો એ તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે  નો ચુકાદો 1985 માં આવ્યો હતો, શાહબાનો તે કેસ જીતી ગયી હતી.

આ પણ વાંચો….

સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની તબિયત વધુ બગડતા હોસ્પિટલમાં દાખલ, પોતે આપી જાણકારી