Uttarakhand Accident

Uttarakhand Bus Accident: ઉત્તરકાશીમાં બસ ખીણમાં ખાબકી; ગુજરાતના 07 લોકોના થયા મોત

  • હું મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Uttarakhand Bus Accident: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં આજે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં ગુજરાતના સાત પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે 27થી વધુ લોકો અસ્પતાલમાં ભર્તી છે. ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશ્નર સતત સંપર્કમાં છે.

ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે, પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ગુજરાતી પ્રવાસીઓની વિગતો માટે આ નંબર પર સંપર્ક કરી શકાશે

બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેमણે ટ્વીટ કરીને લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખાઈમાં પડી જવાથી મુસાફરોના મોતથી હું દુઃખી છું. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. હું ઘાયલ યાત્રીઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

આ પણ વાંચો… Guj Govt Decision: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો નવતર અભિગમ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો