image edited

ભારતમાં જાન્યુઆરીની આ તારીખથી રસીકરણ શરુ, 22 લોકો નવા સ્ટ્રેનથી સંક્રમિત

image edited

નવી દિલ્હી,06 જાન્યુઆરીઃ કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસી એક આશાની કિરણ સાબિત થઇ છે. તેવામાં ઘણા રાજકીય નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે સાથે ઘણા લોકો માટે આશા છે. હવે દેશવાસીઓ આતુરતાપૂર્વક રસીકરણ કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોના રસીને મંજૂરી મળ્યાના ૧૦ દિવસ પછી વિશ્વનું સૌથી મોટું રસીકરણ શરૂ થઈ શકે છે. ડીજીસીઆઈએ ૩જી જાન્યુઆરીને રવિવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની રસીઓને મંજૂરી આપી દીધી છે. આમ દેશમાં ૧૩મી અથવા ૧૪મી જાન્યુઆરીએ રસીકરણ શરૂ થવાની સંભાવનાઓ છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાની બે રસીઓને મંજૂરી મળી ગઈ હોવાથી સરકાર ૧૦ દિવસમાં રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)એ રવિવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી હતી.

whatsapp banner 1

દેશમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરતાં બે વખત પહેલાં ચાર રાજ્યોમાં અને પછી સમગ્ર દેશમાં રસીકરણ કાર્યક્રમનું રિહર્સલ કરાયું હતું. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે, આ રિહર્સલમાંથી ઉપલબ્ધ ડેટાને આધારે કહી શકાય કે દેશમાં આગામી ૧૦ દિવસમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ શકે છે. દેશમાં પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને કોરોનાની રસી અપાશે, જેમાં સ્વાસ્થ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૫૦ વર્ષથી વધુ વયના ગંભીર બીમારીથી પીડિત લોકોનો સમાવેશ થશે.
દેશમાં હાલ ચાર પ્રાથમિક વેક્સિન સ્ટોર્સ બનાવાયા છે, જે કરનાલ, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં છે. લેબથી રસીને જીએમએસડી ડેપોથી હવાઈ માર્ગે આ ચાર રસી સ્ટોર્સ સુધી મોકલાશે. ત્યાર પછી દેશમાં ૩૭ વેક્સિન કેન્દ્રો છે અને અહીં વેક્સિન સ્ટોર કરાશે. અહીંથી વેક્સિનને બલ્કમાં જિલ્લા સ્તરે મોકલાશે. જિલ્લા સ્તરથી આ રસીઓ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી ફ્રિઝર ડબ્બામાં મોકલાશે, જ્યાં આ રસી અંતિમરૂપે લોકોને અપાશે. ભારતમાં હાલ લગભગ ૨૯,૦૦૦ કોલ્ડ ચેઈન પોઈન્ટ છે, જ્યાં રસીને સલામત રીતે સ્ટોર કરી શકાશે.

whatsapp banner 1

મંગળવારે દેશમાં વધુ ૨૨ લોકો કોરોનાના યુકે વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું છે. આ સાથે કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત થનારાઓની કુલ સંખ્યા વધીને ૫૮ થઈ છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં નવા કેસ પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, યુકે વેરિઅન્ટથી સંક્રમિત બધા લોકોને સંબંધિત રાજ્ય સરકારોએ વિશેષ હેલ્થ કેર કેન્દ્રોમાં સિંગલ રૂમમાં આઈસોલેટ કર્યા છે. તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. અન્ય લોકોના જિનોમ સિક્વન્સિંગનું કામ ચાલુ છે. સરકારે સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે.

રસી લોકો સુધી કેવી રીતે પહોંચશે તેવા એક સવાલના જવાબમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં વેક્સિન કેરિયર મારફત રેફ્રિજરેટર અથવા ઈન્સ્યુલેટેડ વાન મારફત રસીને કોલ્ડ ચેઈન પોઈન્ટ્સથી જિલ્લા હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્ર, સામુદાયિક કેન્દ્ર એવા સબ સેન્ટર્સ સુધી પહોંચાડાશે.

આ પણ વાંચો…
હેલ્થ ટિપ્સઃ રસોઇમાં યુઝ નથી કરતા શિમલા મિર્ચ, તો ઉપયોગ શરુ કરી દો- જાણો અનેક ફાયદા