Howrah Station

Train route change: અમદાવાદ-કોલકતા સ્પેશ્યલ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે

અમદાવાદ , ૨૭ ઓગસ્ટ: Train route change: પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેકશનના દેવરા ગામ-મઝોલી સ્ટેશનો વચ્ચે ડબલીકરણ કામને કારણે અમદાવાદ-કોલકતા સ્પેશ્યલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. જે આ પ્રકારે છે.

  • 01 સપ્ટેમ્બર 2021ના રોજ અમદાવાદ થી ચાલનાર ટ્રેન નં. 09413 અમદાવાદ-કોલકતા સ્પેશ્યલ ટ્રેન (Train route change) નિર્ધારીત માર્ગ કટની મુડવારા-સિંગરૌલી-ધનબાદ ને બદલે વાયા કટની મુડવારા-માણીકપુર-પ્રયાગરાજ છિવકી-પ.દિનદયાળ ઉપાધ્યાય-ધનબાદ થઈ ને ચાલશે.

આ પણ વાંચો…CNG Price increase for vehicles: તમે પણ CNG વાહન વાપરો છો? તો જાણી લો ભાવમાં થયો છે આટલા રુપિયાનો વધારો!

  • 28 ઓગસ્ટ અને  04 સપ્ટેમ્બર 2021ના રોજ કોલકતા થી ચાલનાર ટ્રેન નં. 09414 કોલકતા-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન તેના નિર્ધારીત માર્ગ ધનબાદ-સિંગરૌલી-કટની મુડવારા ને બદલે ધનબાદ-પં. દિનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણીકપુર-કટની-મુડવારા થઈ ને ચાલશે. યાત્રીયોને નિવેદન છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.
Whatsapp Join Banner Guj