CNG Price increase for vehicles

CNG Price increase for vehicles: તમે પણ CNG વાહન વાપરો છો? તો જાણી લો ભાવમાં થયો છે આટલા રુપિયાનો વધારો!

CNG Price increase for vehicles: ગુજરાત ગેસે સીએનજીના રૂા. 52.45થી વધારીને રૂા. 54.45નો ભાવ કર્યો છે. તેની અસર રિક્ષાચાલકો અને પેસેન્જર વેહિકલ, મોટર સહિતના વાહન ચાલકો પરનો ઇંધણ ખર્ચનો બોજ વધશે

બિઝનેસ ડેસ્ક, 27 ઓગષ્ટઃ CNG Price increase for vehicles: સીએનજીનો સપ્લાય આપતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને સરકારે પાછો ખેંચાવવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાંય તેઓ ભાવ વધારી રહ્યાહોવાથી પ્રજાના હિતમાં સરકારે તેમને ભાવ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ. 

ગુજરાત ગેસે સીએનજીના રૂા. 52.45થી વધારીને રૂા. 54.45નો ભાવ કર્યો છે. તેની અસર રિક્ષાચાલકો અને પેસેન્જર વેહિકલ, મોટર સહિતના વાહન ચાલકો પરનો ઇંધણ ખર્ચનો બોજ વધશે.

આ પણ વાંચોઃ Renovated jallianwala bagh smarak: કાલે જલિયાંવાલા બાગનું નવું પરિસરરાષ્ટ્રને સમર્પિત થશે, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ ભાવમાં વધુ એક અને બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બંને કંપનીઓએ ગઈકાલે તેમના સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત ગઈકાલે માડી રાત્રે કરી છે. આ વધારો 26મી ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

જોકે બંને કંપનીઓએ પીએનજી એટલ ેકે ઘરઘરના રસોડામાં આપવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં કોઈ  જ વધારો કર્યો નથી. પરિણામે પીએનજીના 19.50 લાખ વપરાશકાર્રાને માથે કોઈ જ ભાવ વધારો આવ્યો નથી. આ અગાઉ મોરબીના સિરામિક ઉદ્યોગ પર સીએનજીના ભાવ વધારાનો બોજ નાખવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj