virbhadrasingh ians

Virbhadra singh: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન

Virbhadra singh: સવારે 3:40 કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી, 08 જુલાઇઃVirbhadra singh: હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે 87 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે 3:40 કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

અહીં તેઓ લગભગ બે મહિનાથી દાખલ હતા. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યાર બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા.

વીરભદ્ર સિંહ(Virbhadra singh)ને બેવાર કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ પ્રથમ વખત 12 એપ્રિલે અને બીજી વખત 11 જૂને પોઝિટિવ આવ્યો હતો. બુધવારે એક દિવસ અગાઉ IGMCના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જનક રાજે કહ્યું કે વીરભદ્ર સિંહની હાલત નાજુક છે, પરંતુ સ્થિર છે. વીરભદ્ર સિંહનો જન્મ 23 જૂન 1934માં થયો હતો. તેમના પિતા પદમ સિંહ બુશહર રજવાડાના રાજા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ વીરભદ્રસિંહ(Virbhadra singh)ને શ્રદ્ધાંજલિ આપી, સાથે પરિવારને સાન્તવના આપી.

આ પણ વાંચોઃ Modi cabinet expansion: મોદી સરકારની ખાતા ફાળવણી, જાણો કોણ ક્યુ ખાતુ સંભાળશે?