Water scarcity

World water day: આપણે દર વર્ષે 35 અબજ લિટરથી પણ વધુ પાણી ખરીદીને પી જઈએ છીએ

World water day: દેશમાં બોટલ્ડ વૉટરના વેપારમાં 65% હિસ્સો ફક્ત ત્રણ કંપનીનો છે, બિસલેરી 40% બજાર હિસ્સા સાથે સૌથી આગળ

નવી દિલ્હી, ૨૨ માર્ચ: World water day: દેશની દરેક ગલી-મહોલ્લામાં 50 વર્ષ પહેલાં સુધી હેન્ડપંપમાં ફ્રી મળતા પીવાના પાણીનો હવે રૂ. 1.80 લાખ કરોડનો વેપાર થાય છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મતે, 2023 સુધી આ ઈન્ડસ્ટ્રી રૂ. 4.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. 1965માં જ્યારે બિસલેરીએ મુંબઈના થાણેમાં પહેલો પ્લાન્ટ લગાવ્યો હતો, ત્યારે લોકો હસતા હતા કે પાણી ખરીદીને કોણ પીશે?

જોકે, હવે એવી સ્થિતિ છે કે આપણે દર વર્ષે 35 અબજ લિટરથી પણ વધુ પાણી ખરીદીને પી જઈએ છીએ. દેશમાં બોટલ્ડ વૉટરના વેપારમાં 65% હિસ્સો ફક્ત ત્રણ કંપનીનો છે, જેમાં બિસલેરી 40% બજાર હિસ્સા સાથે સૌથી આગળ છે. એક્વાફિના 15% અને કિનલે 10% સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો: Akhilesh Yadav and Azam Khan resigned from the Lok Sabha: અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ?

1969માં પારલે-જી બનાવતી કંપનીના માલિક રમેશ ચૌહાણે રૂ. 4 લાખમાં બિસલેરી કંપની ખરીદી હતી. આજે તેની માર્કેટવેલ્યૂ રૂ. 1.5 લાખ કરોડ છે. આ કંપની દર મહિને 15 કરોડ બોટલ્ડ વૉટરનું ઉત્પાદન કરે છે. તેનો વેપાર 2019માં વર્ષે 21%ની ગતિએ વધ્યો, પરંતુ 2020માં 3% સુધી ઘટ્યો. જોકે, 2022માં આ આંકડો ફરી 18% સુધી પહોંચી શકે છે.

Gujarati banner 01