Cheesy Masala Potatoes

Cheesy Masala Potatoes: બાળકો માટે નાસ્તામાં બનાવો ટેસ્ટી ચીઝ મસાલા આલૂ, જાણો તેની રેસીપી…

Cheesy Masala Potatoes: આ ઝડપી નાસ્તો અદ્ભુત સ્વાદ ધરાવે છે

અમદાવાદ, 31 જુલાઈઃ Cheesy Masala Potatoes: બાળકો માટે નાસ્તો બનાવવો એ સરળ કાર્ય નથી. કારણ કે તેમને દરરોજ કંઈક નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. તેઓ ઘણીવાર એક જ ખોરાક ખાધા પછી કંટાળી જાય છે, તેથી તેઓ અવનવી માંગ કરતા હોય છે. જો તમારું બાળક બટેટા ખાવાનું શોખીન છે અને તેને ચીઝ પણ પસંદ છે તો તમે તેના માટે સ્વાદિષ્ટ ચીઝ મસાલા આલૂ બનાવી શકો છો.

આ ઝડપી નાસ્તો અદ્ભુત સ્વાદ ધરાવે છે. તમે તેને બાળકોના ટિફિનમાં પણ રાખી શકો છો. તો વાંચો આ સુપર ટેસ્ટી વાનગી કેવી રીતે બનાવવી.વાંચો આ સુપર ટેસ્ટી વાનગી કેવી રીતે બનાવવી.

ચીઝ મસાલા આલૂ બનાવવા માટે તમારે જરૂર પડશે…

  • બાફેલા નાના બટાકા
  • ચિલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • મિક્સ હર્બ્સ
  • હળદર
  • જીરું પાવડર
  • મરચું પાવડર
  • મીઠું
  • તાજી પીસી કાળા મરી
  • ચીઝ
  • તેલ

કેવી રીતે બનાવવું

ચીઝ મસાલા આલૂ બનાવવા માટે પહેલા બટાકાને બાફી લો અને પછી તેને છોલી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરો. બટાકાને બરાબર પાકવા દો. તેમને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. જ્યારે તે સંપૂર્ણપણે શેકાઈ જાય, ત્યારે તેમાં મીઠું, કાળા મરી પાવડર, હળદર, લાલ મરચું પાવડર, જીરું પાવડર ઉમેરો.

બરાબર મિક્ષ થયા બાદ તેમાં છીણેલું ચીઝ ઉમેરો. પછી તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ્ડ હર્બ્સ ઉમેરો. બારીક સમારેલી કોથમીર ઉમેરો અને પછી સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેને લીલી ડુંગળીથી પણ ગાર્નિશ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તેને બારીક કાપીને ઉમેરો.

આ પણ વાંચો… Firing in Jaipur-Mumbai passenger train: આરપીએફ કોન્સ્ટેબલએ ટ્રેનમાં કરી ગોળીબારી, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો