Paneer bhature

Paneer bhature recipe: ઘરે જ બનાવો પનીર ભટુરે અને છોલો સાથે ખાવાની માણો મજા, નોટ કરો રેસિપી…

Paneer bhature recipe: પનીર ભટુરે તમે બાળકોને આપશો તો પણ એને ખાવાની બહુ મજા આવશે

અમદાવાદ, 31 ડિસેમ્બર: Paneer bhature recipe: પનીર ભટુરેની સાથે કોઇ છોલે આપે તો ખાવાની મજા પડી જાય છે. પનીર ભટુરેની સાથે છોલે ખાઓ છો તો સ્વાદ બે ઘણો વધી જાય છે. સાદા ભટુરે તો તમે અનેક વાર ખાધા હશે પરંતુ આ વખતે તમે પણ ઘરે ટ્રાય કરો પનીર ભટુરે.

એક વાર તમે પનીર ભટુરે ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. આ ભટુરે તમે આ પ્રોપર રીતે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. પનીર ભટુરે તમે બાળકોને આપશો તો પણ એને ખાવાની બહુ મજા આવશે. તો આવો જાણીએ ઘરે કેવી રીતે પનીર ભટુરે બનાવશો…

સામગ્રી:

  • 2 કપ મેંદો
  • 1/4 કપ છીણેલું પનીર
  • 1/2 કપ દહીં
  • બે ચમચી સોજી
  • 1/4ચમચી બેકિંગ સોડા
  • ઝીણી સમારેલી કોથમીર
  • એક ચમચી ખાંડ
  • જરૂર મુજબ તેલ
  • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત:

પનીર ભટુરે બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો લો. મેંદામાં તેલ નાંખો અને આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. પછી આ મેંદામાં બેકિંગ સોડા, એક ચમચી ખાંડ અને સ્વાદાનુસાર મીઠું નાંખીને લોટ બાંધી લો. લોટ બંધાઇ જાય પછી 2 કલાક માટે કપડાથી ઢાંકીને મુકી રાખો. નક્કી કરેલા સમય પછી લોટ લો અને એમાંથી લુઆ બનાવો.

હવે એક બાઉલમાં પનીર છીણી લો અને એમાં ઝીણી સમારીને કોથમીર એડ કરો. આ મિશ્રણમાં થોડુ મીઠું એડ કરો જેથી કરીને ટેસ્ટ સારો આવે. હવે લોટમાંથી બનાવેલા ગુલ્લામાં પનીરનું સ્ટફિંગ કરો અને ગોળ તેમજ લાંબા વણી લો. તમને ગમે એ આકાર તમે વણી શકો છો.

એક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થઇ જાય એટલે એમાં તેલ નાંખો અને ગરમ થવા દો. તેલ ગરમ થઇ જાય એટલે વણેલા ભટૂરા નાંખો અને ડીપ ફ્રાઇ કરી લો. આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.તો તૈયાર છે પનીર ભટુરે.

આ પણ વાંચો: RTO checkpost at ambaji: અંબાજીની નવીન આરટીઓ ચેકપોસ્ટ ત્રણ વર્ષથી ખાઈ રહી ધુળ…