RTO checkpost at ambaji: અંબાજીની નવીન આરટીઓ ચેકપોસ્ટ ત્રણ વર્ષથી ખાઈ રહી ધુળ…

RTO checkpost at ambaji: અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવીન આરટીઓ ચેકપોસ્ટ ત્રણ વર્ષ થી બંધ કરી દેવતા આ ચેકપોસ્ટ ધુળ ખાઈ રહી છે

અંબાજી, 31 ડિસેમ્બર: RTO checkpost at ambaji: યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવીન આરટીઓ ચેકપોસ્ટ સતત વાહનો થી ધમધમતી રહેતી હતી પણ હાલ ત્રણ એક વર્ષ થી બંધ કરી દેવતા આ ચેકપોસ્ટ ધુળ ખાઈ રહી છે. અદ્યતન સાધન સામગ્રીને સીધી રાજ્ય સ્તરની વાહન વ્યવહાર ની વડી કચેરીએ ઓનલાઇન તપાસ થઇ શકે તેવી આ ચેકપોસ્ટ ને 2019 ના વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કર્યું હતું.

RTO checkpost at ambaji 1

માત્ર 10 મહિનામાં જ રાજ્યભર ની તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ ને બંધ કરી દેવામાં આવી હતી ને ચેકપોસ્ટના રૂમો ને સીલ મારી દેવામાં આવ્યા હતા પણ ત્રણ વર્ષ બાદ આજે સીલ મારેલી ચેકપોસ્ટ નો નજારો સાવ બદલી ગયો છે.

આ ચેકપોસ્ટના ઓફિસોના બારી બારણાં પણ મોટાભાગે ચોરાઈ ગયા છે જ્યાં રાસ રચીલી ઓફિસ આખી ખેદાન મેદાન થઇ ગઈ હોય તેમ ઓફિસો માં તોડફોડ ને ભારે ગંદકી જોવા મળી રહી છે, કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલી આ સરકારી ઇમારત દિનપ્રતિદિન ખંડેર હાલત માં પરિવર્તિત થતી જોવા મળી રહી છે એક તરફ આવી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સરકારી ઓફિસો ખંડેર માં ફેરવાઈ રહી છે,

ત્યારે બીજી તરફ અંબાજીમાં પંચાયત ને પોલીસ વિભાગ ની કેટલીક સરકારી ઓફિસો કાચા છાપરા જેવા મકાનો માં ચાલી રહી છે જ્યાં બેસતા અધિકારીઓ ને તેમજ લાભાર્થીઓ ને પણ અનેક પ્રકાર ની મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

જો આવી કાચા છાપરાવાળી સરકારી ઓફિસો ને RTO કચેરી ના મકાન માં તબદીલ કરવામાં આવે તો ઓફિસો ને પણ અદ્યતન જગ્યા મળી જશે ને ધૂળ ખાતી કરોડો રૂપિયા ની સરકારી ઇમારતો પણ બચી જશે, એટલુંજ નહીં નવીન મકાન માં ઓફિસો ને તબદીલ કરવામાં આવે તો RTO કચેરી સુધી માર્ગ પણ લાભાર્થીઓ થી ધમધમતો બની શકે છે.

આ પણ વાંચો: Important achievements of WR in 2022: વર્ષ 2022 માં પશ્ચિમ રેલવેની મહત્વપૂર્ણ સિદ્ધિઓનો હિસાબ