Poha Cutlet

Poha Cutlet Recipe: નાસ્તા માટે બનાવો પોહા કટલેટ, અહીં જાણો તેની સરળ રેસીપી…

Poha Cutlet Recipe: પોહા કટલેટને બનાવીને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો

અમદાવાદ, 08 ઓગસ્ટઃ Poha Cutlet Recipe: નાસ્તામાં પોહાનો સ્વાદ ખુબ જ અદ્ભુત લાગે છે. જો કે, તમે પોહા સાથે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. તમે સવારના નાસ્તા અને સાંજના નાસ્તા માટે પોહા કટલેટ તૈયાર કરી શકો છો. તે સ્વાદમાં અદ્ભુત લાગે છે. તમે તેને બનાવીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જાણીએ પોહા કટલેટ બનાવવાની રીત

પોહા કટલેટ બનાવવા માટે તમને જોઈશે…

  • પલાળેલા પોહા
  • બાફેલા બટાકા
  • ઝીણી સમારેલી ડુંગળી
  • સમારેલા કેપ્સીકમ
  • સમારેલા પીળા કેપ્સીકમ
  • આદુ અને લીલા મરચાની બરછટ પેસ્ટ
  • મરચું પાવડર
  • જીરું પાવડ
  • ધાણા પાવડર
  • ગરમ મસાલા
  • ચાટ મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • ચોખાનો લોટ
  • શેકેલી મગફળીનો બરછટ પાવડર
  • ઝીણી સમારેલી કોથમીર
  • – તલ
  • તેલ

કેવી રીતે બનાવવું

તેને બનાવવા માટે પહેલા પોહાને પાણીમાં પલાળી રાખો. હવે પૌઆને ગાળી લો અને વધારાનું પાણી કાઢી લો. પછી બધું પાણી નીકળી જાય પછી તેને એક વાસણમાં કાઢી લો. હવે પોહાને સારી રીતે મેશ કરો. પછી બાફેલા બટાકાને છીણીને મિક્સ કરો.

આ સિવાય ડુંગળી, લીલા-પીળા કેપ્સિકમ, આદુ અને લીલા મરચાની બરછટ પેસ્ટ ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, ચોખાનો લોટ, શેકેલી સીંગદાણાનો બરછટ પાવડર, ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે મિશ્રણના નાના ભાગ લો અને તેને કટલેટનો આકાર આપો. તેના પર તલ મૂકો. બધી કટલેટ આ જ રીતે તૈયાર કરો. હવે તેલ ગરમ કરો અને પછી બધી કટલેટ ને તળી લો. હવે તેને ચટણી અને સોસ સાથે સર્વ કરો. તમે આ કટલેટ્સને ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી શકો છો.

આ પણ વાંચો… Kangana Ranaut-Javed Akhtar news: ‘પંગા’ ગર્લ કંગનાએ વધારી જાવેદ અખ્તર ની મુશ્કેલી, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો