Rajkot famous chutney: આ રીતે ઘરે બનાવો ‘રાજકોટની ફેમસ ચટણી’, ટેસ્ટમાં બિલકુલ એવી જ બનશે

Rajkot famous chutney: આ રીતે તમે ઘરે રાજકોટની ચટણી બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને તમને ખાવાની પણ મજા આવશે.

વાનગી, 31 જુલાઇઃRajkot famous chutney: રાજકોટની ચટણીનું નામ તો તમે પણ સાંભળ્યુ હશે. રાજકોટની ચટણી દરેક જગ્યાએ ફેમસ છે. ઘણાં લોકો જે લોકો રાજકોટથી આવતા-જતા હોય એમની પાસે મંગાવતા હોય છે અને આ ચટણીનો આનંદ લેતા હોય છે. આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે.

આ ચટણી તમે ભાખરી-શાક સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. જો કે ઘણાં લોકોને આ ચટણી ખૂબ જ પ્રિય હોય છે, પરંતુ ઘરે ટેસ્ટમાં રાજકોટ જેવી બનતી હોતી નથી. જો આ ચટણીનો ટેસ્ટ ના હોય તો ખાવાની મજા આવતી જ નથી. આમ, જો તમને પણ આ ચટણી બહુ ભાવે છે અને તમારે ટેસ્ટમાં રાજકોટ જેવી બનાવી છે તો આ રીત નોંધી લો તમે પણ…

સામગ્રી

  • સિંગદાણા
  • લીલા મરચા
  • લીંબુ
  • હળદર
  • મીઠુ

આ પણ વાંચોઃ Makai na dhokla: માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘મકાઇના ઢોકળા’, જલદી નોંધી લો આ રેસિપી

બનાવવાની રીત

  • રાજકોટની ફેમસ ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ચટણી કરવા માટેનો મિક્સર બાઉલ લઇ લો.
  • ત્યારબાદ આ બાઉલમાં સિંગદાણા, મીઠું, લીલા મરચાં અને લીંબુનો રસ નાંખીને એક સાથે બધુ મિક્સ કરી લો.
  • ત્રણ વાર ફેરવ્યા પછી મિક્સરનો બાઉલ ખોલો અને પછી ચમચીથી હલાવીને ફરીથી એકથી બેવાર ફેરવી લો.
  • જો ચટણી સ્મુધ ના થઇ હોય તો તમે ફરીથી ફેરવી શકો છો.
  • આ ચટણી લીસી હોવી જરૂરી છે.
  • તો તૈયાર છે રાજકોટની ફેમસ ચટણી.
  • આ ચટણીમાં તમે લસણ પણ નાંખી શકો છો.
  • જો તમારા ઘરમાં બધાને તીખું બહુ ભાવે છે તો તમે લીલા મરચાં થોડા વધારે પણ નાંખી શકો છો.
  • આ ચટણીમાં લીંબુનો રસ ઉપર પડતો હોય છે. તમને ખ્યાલ હશે કે આ ચટણીમાં ખટાશ ઉપડતી હોય છે.
  • આ ચટણી તમે પરાઠા અને શાક સાથે ખાઓ છો તો બહુ જ મસ્ત લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. તમે આ ચટણી આ રીતે બનાવશો તો ટેસ્ટમાં સેમ રાજકોટ જેવી જ બનશે અને ખાવાની પણ મજા આવશે.

આ પણ વાંચો..Beauty tips: સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ તેટલી જ ઉપયોગી છે ડાર્ક ચોકલેટ

Gujarati banner 01