dhokla

Makai na dhokla: માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘મકાઇના ઢોકળા’, જલદી નોંધી લો આ રેસિપી

Makai na dhokla: વરસાદી ઋતુમાં મકાઇના ઢોકળા ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. જો તમે આ રીતે મકાઇના ઢોકળા ઘરે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બનશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 10 જુલાઈ: Makai na dhokla: વરસાદી વાતાવરણમાં મકાઇના ઢોકળા ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સિઝનમાં મકાઇના રોટલા ખાવાની પણ મજા કંઇક અલગ હોય છે. મકાઇના ઢોકળા તમે ઘરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. આ ઢોકળા ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બને છે અને ઓછી મહેનતમાં બની જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મકાઇના ઢોકળા.

સામગ્રી

  • મકાઇનો લોટ
  • મીઠું
  • લીલા વટાણા
  • કોથમીર
  • લાલ મરચું
  • આદુ
  • વરિયાળી
  • લીમડાના પાન
  • બેકિંગ પાઉડર
  • ધાણાજીરું
  • આમચુર પાઉડર
  • લીલા મરચા
  • જીરું
  • હળદર

બનાવવાની રીત(Makai na dhokla)

મકાઇના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં મકાઇનો લોટ લો.

આ મકાઇના લોટમાં લાલ મરચુ, ધાણાજીરું, હળદર, વરિયાળી નાંખીને બરાબર મિક્સ કરી લો.

હવે આમાં થોડુ-થોડુ પાણી નાંખીને ખીરુ બાંધી લો તૈયાર કરો.

આ ખીરાને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દો.

હવે ઢોકળાનું કુકર લો અને એમાં નીચે પાણી ગરમ કરવા માટે મુકો.

પાણી થોડુ ગરમ થઇ જાય એટલે એક થાળી લો અને એમાં થોડુ તેલ લગાવી દો.

ત્યારબાદ ઉપર આ ખીરું પાથરો અને પછી ઢાંકણ ઢાંકી દો.

હવે 15 થી 20 સુધી ગેસ પર થવા દો.

ગેસ બંધ કરતા પહેલા એ ચેક કરી લો ઢોકળા થયા છે કે નહિં. જો ઢોકળા તમને કાચા લાગે તો તમે હજુ 5 થી 10 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરો.

હવે ગેસ બંધ કરી દો અને 5 મિનિટ માટે થાળીને એમ જ રહેવા દો.

હવે આને ચપ્પાની મદદથી કટ કરી લો.

તો તૈયાર છે મકાઇના ઢોકળા.

આ ઢોકળા તમે લીલી ચટણી, સોસ કે આંબલીની ચટણી સાથે ખાઓ છો તો ટેસ્ટમાં વધારો થાય છે.

મકાઇના આ ઢોકળા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. આ ઢોકળા ખાવામાં પણ બહુ હેલ્ધી હોય છે. મકાઇના આ ઢોકળામાં અનેક પ્રકારના તત્વો હોય છે જે ખાવામાં બહુ હેલ્ધી હોય છે.

આ પણ વાંચો..Beauty tips: સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ તેટલી જ ઉપયોગી છે ડાર્ક ચોકલેટ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *