145124 amranath

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન દર્શન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લાવવામાં આવશે. 

આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે કહ્યુ કે, સરકાર જલદી વાર્ષિક અમરનાથ(Amarnath) તીર્થયાત્રા આયોજીત કરવાનો નિર્ણય કરશે, પરંતુ સાથે તે પણ સ્પષ્ટ કર્યું હતું કે લોકોના જીવ બચાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

હિમાલયના ઉંચાઈ વાળા ભાગમાં 3880 મીટર ઉંચાઈ પર સ્થિત ભગવાન શિવના ગુફા મંદિર માટે 56 દિવસીય યાત્રા 28 જૂનના પહલગામ અને બાલટાલ માર્ગોથી શરૂ થવાની હતી અને આ યાત્રા 22 ઓગસ્ટે સમાપ્ત થવાની હતી. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં મહામારીને કારણે તીર્થયાત્રા(Amarnath) રદ્દ કરી દેવામાં આવી હતી. આ પહેલા સિન્હાએ વિકાસ વિકાસ કાર્યો સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો.

આ પણ વાંચોઃ Corona Vaccine: નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનએ રચ્યો રેકોર્ડ, PM મોદીએ કહ્યું – Well done India