Corona Vaccine: નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનએ રચ્યો રેકોર્ડ, PM મોદીએ કહ્યું – Well done India

નવી દિલ્હીઃ ભારતમાં સોમવારે એક દિવસમાં રેકોર્ડ 81 લાખ લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 21 જૂનથી રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive) ને વેગ આપવાની જાહેરાત કરી હતી. કોવિડ વેક્સિનેશનની સંશોધિત ગાઇડલાઇન લાગૂ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ બન્યો છે. 

Whatsapp Join Banner Guj

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે સાંજે 7 કલાક સુધી 80,96,417 લાખથી વધુ કોરોના વેક્સિન(Corona Vaccine)ના ડોઝ લગાવવામાં આવ્યા છે. આ એક દિવસમાં કોવિડ વેક્સિનેશનનો સૌથી મોટો રેકોર્ડ છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશનના ઉત્પાદનમાંથી 75 ટકા ભાગની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે 25 ટકા વેક્સિન(Corona Vaccine) ખાનગી હોસ્પિટલને મળી રહી છે. મહત્વનું છે કે આ પહેલા 2 એપ્રિલે 42 લાખ 61 હજારથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. 

દેશના આ રેકોર્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ દેશમાં સોમવારે રેકોર્ડ સંખ્યામાં કોરોના વેક્સિન ડોઝ લગાવવાને લઈને ‘ઉત્સાહિત કરનાર’ કાર્ય ગણાવી દીધુ અને કહ્યું કે, મહામારી સામે લડાઈમાં રસી સૌથી મજબૂત હથિયાર છે. 

પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, આજે રેકોર્ડ સંખ્યામાં થયેલું રસીકરણ ઉત્સાહિત કરનારૂ છે. Covid-19 થી લડાઈમાં રસી આપણું સૌથી મોટુ હથિયાર બની છે. જે લોકોનું રસીકરણ થયું, તેને શુભેચ્છા અને પ્રથમ હરોળના બધા કર્મી પ્રશંસાને પાત્ર છે, જેણે આટલા લોકોનું રસીકરણ કરવા માટે ખુબ મહેનત કરી. શાનદાર ભારત.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશે આજે રેકોર્ડ બનાવ્યો છે. માત્ર એમપીમાં 13 લાખ 72 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે 10 લાખ લોકોને વેક્સિનેશનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ 3 લાખ 72 હજાર વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતના 125 તાલુકામાં ભારે વરસાદ(Rain),વાંચો ક્યાં પડ્યો કેટલો વરસાદ?