pagpala sangh 1

Ambaji Pagpala sangh: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ

Ambaji Pagpala sangh: ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ સપ્ટેમ્બર:
Ambaji Pagpala sangh: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવીપૂનમનો મેળો રદ્દ કરાયા હોવા છતાં શ્રદ્ધાળુઓ ના મેળાવડા ની પરિસ્થિતિ સર્જાઈછે અંબાજીમાં ભાદરવીપૂનમને ગણતરીના ત્રણ દિવસ આડે રહ્યા છે ત્યારે અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

Ambaji Pagpala sangh

એટલુંજ નહીં અંબાજી પંથક માં છુટો છવાયા વરસાદના ઝાપટા વર્ષી રહ્યા છે પણ અંબાજી બહાર માર્ગો ઉપર ગરમીનો ભારે ઉકળાટ જોવા મળે છે જેને લઈ અમદાવાદ રાણીપના કેટલાક ભક્તો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ ને વિનામૂલ્ય આઈસ્ક્રીમનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા તેમના જણાવ્યા પ્રમાણે ગરમી માં યાત્રિકોને થોડી રાહત મળી શકે તેથી વિનામૂલ્ય આઈસ્ક્રીમ થકી સેવા કરવામાં આવી રહી છે

Ambaji Pagpala sangh, puja

જોકે ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી જતુ લાલડંડા પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી પગપાળા ચાલી પોતાની ટેક પુરી કરવા અંબાજી પહોંચે છે તે પણ આ વખતે ઓછી સંખ્યામાં પદયાત્રીઓ સાથે અંબાજી પહોંચ્યા હતા ને અંબાજી પહોંચતા ભક્તો ને માતાજી ના નામ ના કુમકુમ ના થપ્પા લગાવ્યા હતા જોકે આ સંઘ વર્ષો પહેલા અમદાવાદ શહેરમાં પ્લેગની બીમારી ફાટી નીકળી હતી અને તેને શાંત કરવા અંબાજી ની પદયાત્રા યોજવાનું નક્કી કરાયું હતુ ને પદયાત્રા બાદ રોગ થમી ગયો હતો ને તે પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી દેશ ભર માં માથું ઉચક્યું છે ત્યારે પ્લેગની બીમારી નાશ થઈ હતી તેજ રીતે કોરોના પણ દેશભર માંથી નાશ થાય તેવી માં અંબા ને પ્રાર્થના કરવામાં આવી હતી

આ પણ વાંચો…Sonu sood income tax proceeding: 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે અભિનેતા સોનુ સૂદ

જોકે હાલ માં જે રીતે અંબાજી ના માર્ગો ઉપર પદયાત્રીઓ નો પ્રવાહ જોવા મળી રહ્યો છે તે જોતા દાંતા પછી અંબાજી તરફ નો વાહન વ્યવહાર સ્થગિત કરી વાયા હડાદ થઇ ને ડાયવર્ડ કરવામાં આવ્યો છે ને દાંતા થી અંબાજી જવા વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર મલી રહ્યા છે.

Whatsapp Join Banner Guj